અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે ‘રાખી મેળા’ નું આયોજન
અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘રાખી મેળા’નો શુભારંભ
હસ્તકલા વારસાનું પ્રદર્શન તેમજ ખરીદી અને મહિલા કારીગરોને રોજગારી પૂરી પાડવાના ઉમદા હેતુથી ‘રાખી મેળા’નું આયોજન
ગુજરાતના ભવ્ય અને ભાતીગળ મહિલા હસ્તકલા વારસાને જીવંત રાખનાર તથા હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર કારીગરો દ્વારા નિર્મિત રોજબરોજ વપરાશની ચીજવસ્તુઓ તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ નિહાળવા, ખરીદવા, તેમજ મહિલા કારીગરોને રોજગારી માટે પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી
ગુજરાત સરકારના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા
સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા તેમજ અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમારની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં મહિલા સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા સારું 18મી ઓગષ્ટ, 2023 ના રોજ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે ‘રાખી મેળા’ નું આયોજન કરવામાં આવ્યું છે.