૩ વર્ષ કે તેથી વધુ સમય BLOની કામગીરી કરી હોય તેમને મુક્તિ આપવા આદેશ
તલાટીઓ અને મધ્યાહન ભોજન કર્મચારીઓ સહિત ૧૨ કેડરના કર્મચારીઓ સંભાળશે BLOની કામગીરી
ભારતના ચૂંટણી આયોગ મોટો આદેશ
૩ વર્ષ કે તેથી વધુ સમય જે શિક્ષકોએ બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી કરી હોય તેમને આ કામમાંથી મુક્ત કરવા માટે ચૂંટણી આયોગનો આદેશ
નવી દિલ્હી,ચૂંટણી કામગીરીમાં રોકાયેલા BLO (Booth Level Officer) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી આયોગે બૂથ લેવલ ઓફિસરની કામગીરી અંગે સૂચના આપી છે. શિક્ષકો સહિત ૧૨ કેડરોને BLOની કામગીરી સોંપવા આદેશ આપ્યો. તલાટી, મધ્યાન ભોજન, અન્ય કર્મીઓને કામ સોંપવા આદેશ કરાયો. સાથે જ ૩ વર્ષથી વધુ BLO કામગીરી કરનારને મુક્તિ આપવા આદેશ કરાયો. Order to exempt those who have worked as BLO for 3 years or more
બુથ લેવલ ઓફિસરની નિમણુક અંગે ભારતના ચૂંટણી આયોગ, દિલ્હીની માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી તરફથી તમામ કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આદેશ અપાયા. બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય ૧૨ કેડર, જેમાં તલાટી, મધ્યાહન ભોજન તેમજ સ્થાનિક કર્મચારીઓ પાસેથી કરાવવા આદેશ કરાયો છે.
સાથે જ શિક્ષકોને BLO ની કામગીરી ઓછામાં ઓછી આપવા સૂચના આપી. BLO ની નિમણુંક માટે માત્ર જિલ્લા તેમજ તાલુકા શિક્ષણ અધિકારી સિવાય તાલુકા તેમજ જિલ્લાની અન્ય કચેરીના અધિકારીઓ પાસેથી કર્મચારીઓની માહિતી પણ મેળવવાની રહેશે. ૩ વર્ષથી વધુ કામગીરી કરી હોય તેમને BLO ની કામગીરીમાંથી મુક્તિ આપવા તાત્કાલિક હુકમ કરાયા. BLO તરીકે અલગ અલગ કેડરના કેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, તેની માહિતી પણ મુખ્ય નિર્વાચન કચેરી તરફથી માંગવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, બુથ લેવલ ઓફિસરની નિમણુક અને કામગીરી માટે શિક્ષક સંગઠનો દ્વારા અન્ય ૧૩ કેડરને કામગીરી સોંપવા, શિક્ષકોને ઓછામાં ઓછા સૂચિત કરવા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને મુક્તિ આપવા, કામગીરી રોટેશન મુજબ આપવા, ભથ્થું વધારવા, ૫૦ વર્ષ કરતા વધુ ઉંમરના કર્મીઓને કામગીરી ના સોંપવા તેમજ મ્ન્ર્ં ની કામગીરી અન્ય એજન્સી તેમજ બેરોજગારો પાસેથી કરાવવા માગ કરાતી રહી છે.
રાજ્યભરની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલના સંચાલક સહિત શૈક્ષણિક – વહીવટી કર્મચારીઓ છઠ્ઠા તબક્કાનું આંદોલન શરૂ કરાયું છે. ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલક, શિક્ષકો સહિત કર્મચારીઓના આંદોલનનો બીજાે દિવસ છે. પડતર માંગણીઓ મામલે શિક્ષકો કાળા કપડાં પહેરી બાળકોને અભ્યાસ કરાવશે. કાજ્યની ૭ હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજાર કર્મચારીઓ સાતમા તબક્કાનું આંદોલન કરી રહ્યાં છે.
૨૪ ઓગસ્ટ સુધી કાળા કપડાં પહેરી પડતર માંગણીઓ અંગે વિરોધ નોંધાવવામાં આવશે.પડતર માંગણીઓ મામલે રાજ્યની ૭ હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજાર કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરીને વિરોધ નોંધાવશે. એક અઠવાડિયા એટલે કે ૨૪ ઓગસ્ટ સુધી કાળાં કપડાં પહેરીને શૈક્ષણિક કામગીરી કરવામાં આવશે.ગત વિધાનસભા ચૂંટણી સમયે રાજ્ય સરકારે પડતર માંગણીઓ અંગે આપેલી બાંહેધરીઓ પરિપત્ર સ્વરૂપે પુરી ના થતા નારાજગી સામે આવી છે.
વિરોધના ભાગરૂપે માત્ર શૈક્ષણિક કામગીરી જ કરાશે, શાળાકીય સ્પર્ધાઓ અંગેની બેઠકોનો પણ બહિષ્કાર કરાશે. રાજ્યની ૭ હજાર કરતા વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો, લાઈબ્રેરીયન, ક્લાર્ક, પ્યુનની ખાલી જગ્યા ભરવા માગ કરાઈ છે. ગ્રાન્ટેડ શાળામાં ૪ વર્ગે ૧ જ્ઞાન સહાયક આપવામાં આવે. ફાઝલ શિક્ષકના રક્ષણ માટેના થરાવમાંથી ૧૨૦ દિવસની શરતો દૂર કરવામાં આવે. તેમજ આચાર્યને ૧૯૬૫માં કરાયેલા ઠરાવનો લાભ મળે.ss1