Western Times News

Gujarati News

ફિલ્મ ગદર-૨ના સ્ક્રીનિંગ વખતે બદમાશોએ ફેંક્યો દેશી બોમ્બ

બોમ્બ ફેંકનાર બંને શંકાસ્પદોની અટકાયત

અસામાજિકતત્વોએ બે દેશી ધમાકાથી ડરનો માહોલ ઉભો કરી દીધો છે પરંતુ બંને બોમ્બ ઓછા ઘાતક હતા

નવી દિલ્હી,બિહારની રાજધાની પટનાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિંગલ સ્ક્રીન થિએટરની બહાર અસામાજિકતત્વોએ બે દેશી ધમાકાથી ડરનો માહોલ ઉભો કરી દીધો છે. પરંતુ બંને બોમ્બ ઓછા ઘાતક હતા. તેથી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. Miscreants detonated two bombs during the screening of the film Gadar-2

મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સિનેમાઘરમાં સની દેઓલની ફિલ્મ ગદર ૨નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ થિયેટરને જે બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા તેમાંથી માત્ર એક જ વિસ્ફોટ થયો હતો અને બીજા બોમ્બને સ્થળ પર જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. બદમાશોએ માત્ર બોમ્બ ફેંક્યા જ નહીં પરંતુ ત્યાં ભારે હંગામો પણ મચાવ્યો.મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે બોમ્બ ફેંકનાર બંને શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

સિનેમાહોલના માલિક સુમન સિન્હાએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે બદમાશો ગદર-૨ ટિકિટોની કાળાબજારી કરવા ઈચ્છતા હતા.આ દરમિયાન ઘણા અસામાજિક તત્વોએ સમસ્યા ઉભી કરી. સુમન સિન્હાએ કહ્યુ કે, બદમાશોએ તેમના કર્મચારીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વચ્ચે કોઈ ગંભીર ઘટના બની નહીં.

ધમાકા વિશે વાત કરતા સુમન સિન્હાએ કહ્યુ કે કેટલાક બદમાશોએ સિનેમાઘરની અંદર બોમ્બ ફેંક્યા. તેના કારણે ધમાકો થયો અને હોલની અંદર હડકંપ મચી ગયો હતો.સુમન સિન્હાએ જણાવ્યું કે બદમાશ બ્લેકમાં ટિકિટ વેચવા ઈચ્છતા હતા પરંતુ તેમની ટીમે તેને ત્યાંથી ભાગી જવાનું કહ્યું. તમને જણાવી દઈએ કે ૨૨ વર્ષ બાદ બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સીક્વલ રિલીઝ થઈ છે.

ફિલ્મ દર્શકોને સિનેમાઘર તરફ ખેંચી રહી છે. આ ફિલ્મમાં સની દેઓલ સિવાય અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.