કલર મર્ચન્ટ બેંક લોન કૌભાંડઃ ત્રણ આરોપીની જામીન અરજી ફગાવાઈ
આરોપીઓ સામેના ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જાેગવાઈ છે.
પ્રથમ દર્શનીય ગુનામાં સંડોવણી હોવાનું કોર્ટે નોંધી જામીન નકાર્યા-બિમલ પરીખ, અતુલ શાહ અને કિન્નર શાહે અરજી કરેલી
(એજન્સી)અમદાવાદ, કલર મર્ચન્ટ કો.ઓપરેટીવ બેક લોન કૌભાંડમાં પકડાયેલા બીમલ દશરથભાઈ પરીખ, અતુલ ભુરાભાઈ શાહ અને કિન્નર નવીનચંદ્ર શાહની જામીન અરજી એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ મનીષ વી. ચૌહાણએ ફગાવી દીધી છે.
કોર્ટે નોધ્યું હતું. કે આરોપીઓઅ પ્રથમ દર્શનીય રીતે ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાય છે.છ આરોપીઓના આ ગુનામાં મહત્વના રોલ ભજવેલ હોવાનુું તપાસના દસ્તાવેજાે ઉપરથી જણાય છે. હાલમાં ગુનાની તપાસ નાજુક તબકકામાં છે.
આરોપીઓ સામેના ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જાેગવાઈ છે. આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય નહી.
કલર મર્ચન્ટ કો.ઓપરેટીવ બેક લોન કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે બિમલ દશરથભાઈ પરીખ અતુલ ભુરાભાઈ શાહ અને કિન્નર નવીનચંદ્ર શાહની ધરપકડ કરી ને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં ત્રણેય આરોપીઓ જામીન મેળવવા માટે અરજી કરી હતી.
જેમાં સરકારી વકીલ વાય.કે. વ્યાસએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા ટોપએપ મોર્ગેજ લોન રૂ.પપ લાખ આરજીએસ, ડીડી, અને સેલ્ફ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ આરોપીઓ સામે પુરતા પુરાવા છે. હાલમાં તપાસ ચાલુ છે. મોટું કૌભાંડ હોય આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી જેથી જામીન અરજી ફગાવી જાેઈએ. ત્યારબાદ કોર્ટે ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.