Western Times News

Gujarati News

24 રોકડ પુરસ્કાર અને 6 પ્રશસ્તિપત્ર મેળવાર ભુનેશ શ્રીવાસ્તવને પોલીસ મેડલ

શ્રી ભુનેશ શ્રીવાસ્તવ સહાયક સબ ઈન્સ્પેક્ટર RPF પોસ્ટ ભુજને ભારતીય પોલીસ મેડલની જાહેરાત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના ભુજ આરપીએફ પોસ્ટ પર કાર્યરત સહાયક સબ-ઇન્સ્પેક્ટર શ્રી ભુનેશ શ્રીવાસ્તવને સ્વતંત્રતા દિવસ 2023 ના અવસર પર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સરાહનીય સેવા માટે પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ભુનેશ શ્રીવાસ્તવ વર્ષ 1995 માં તેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા. 28 વર્ષોની તેમની સેવા દરમિયાન તેઓએ વિવિધ હોદ્દા પર પૂરી લગન અને મહેનત સાથે કામ કર્યું છે. કામ પ્રત્યેની તેમની પ્રામાણિકતા અને સમર્પણને કારણે તેઓ હેડ કોન્સ્ટેબલ અને મદદનીશના પદ પર બઢતી આપવામાં આવી છે.

તેમના દ્વારા મજબૂત વિશ્લેષણ ટીમ તરીકે “મજબૂત મોડ્યુલ” નો ઉપયોગ કરીને સંબંધિત પોસ્ટને સોંપવામાં આવેલ શંકાસ્પદ વપરાશકર્તા આઈ.ડી. નું વિશ્લેષણ કર્યું, જેના પરિણામે વર્ષ 2020 થી 2021 સુધી સપ્ટેમ્બર સુધી રેલવે અધિનિયમ ના કલમ 143 હેઠળ કુલ 133 કેસ નોંધાયા હતા.

જેમાં રેલ્વે ટીકીટનું બ્લેક માર્કેટીંગ કરતા 145 બહારના લોકો ઝડપાયા હતા, જેમની પાસેથી 362 લાઈવ ટિકિટની કિંમત 579535 રૂપિયા અને 2053 ઉપયોગ કરવામાં આવેલ ટિકિટોની રકમ 2951115 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો,

જેમાં 564 ઈ-રેલ ટિકિટ યુઝર આઈડી બ્લોક કરવામાં આવ્યા છે. તેમણે ભુજ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ દરમિયાન તારીખ 24.06.2022 ના રોજ 07 સગીર બાળકોને બચાવ્યા અને તેમના દ્વારા મુસાફરોની ચૂકી ગયેલ લાખો રૂપિયાનો સામાન કાર્યવાહી બાદ તેમને સોંપવામાં આવ્યો છે.

તેમના યોગદાન માટે ભૂતકાળમાં 24 રોકડ પુરસ્કાર અને 06 પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા છે. તેમણે રાજભાષાને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેમને વર્ષ 2020 માં મહાનિર્દેશક પ્રશંસા પુરસ્કાર અને વર્ષ 2020 માટે ઉત્તમ પુરસ્કાર થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.