એક જ દિવસમાં ૩૦ પ્રસુતિ થતા સુરતની હોસ્પિટલમાં નવો રેકોર્ડ સર્જાયો
(એજન્સી)સુરત, નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી ખાતે ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલમાં એક સાથે ૩૦ પ્રસુતિ થતાં રેકોર્ડ સર્જાયો હતો.
હોસ્પિટલના ૧૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે એક જ દિવસે ૩૦ પ્રસુતિ થતા હોસ્પિટલ દ્વારા નવો રેકોર્ડ બનાવાયો હતો. હોસ્પિટલમાં એક સાથે ૩૦ પ્રસુતિમાં એક જાેડિયા બાળક મળી કુલ ૩૧ બાળકોએ જન્મ લેતાં હોસ્પિટલ બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું હતું.
સુરત શહેર એટલે હીરાનગરી અને હીરાનગરીમાં કામ કરતા એવા તમામ રત્નકલાકારો માટે સુરત ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ હોસ્પિટલ આજથી ૧૦ વર્ષ પહેલાં શરૂ કરાઇ હતી. જેમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં બાળકીઓને બોન્ડ પણ વિતરણ કરવામાં આવે છે
અને પ્રસુતિ ચાર્જ પણ ખૂબ ઓછો હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને દૂર-દૂરથી મહિલાઓ પ્રસુતિ કરવા ડાયમંડ હોસ્પિટલમાં આવે છે. અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલના નામે અનેક રેકોર્ડ કરાયા છે. જેમાં પથરી, ઓપરેશન સફળ સર્જરી સહિત અનેક રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે વધુ એક રેકોર્ડ હોસ્પિટલે પોતાના નામે કર્યો છે
🔹સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો 1800 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે
🔹જો દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી
🔹કોઈ પણ દંપતીને એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના અપાય છે pic.twitter.com/1P844Jo7XG— DD News Gujarati (@DDNewsGujarati) August 20, 2023
અને એક જ દિવસે ૩૦ જેટલી પ્રસુતિ હોસ્પિટલમાં થઈ હતી. જેમાં એક જાેડિયા બાળકો મળી એક જ દિવસે કુલ ૩૧ તંદુરસ્ત બાળકોએ જન્મ લેતાં હોસ્પિટલના ૧૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ સર્જાયો હતો. જન્મેલા ૩૧ બાળકોમાં ૧૭ દીકરી અને ૧૪ દીકરાનો સમાવેશ થાય છે.
સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા અને ડાયમંડ હોસ્પિટલ ના નામે ઓળખાતી આ હોસ્પિટલ દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત જાે કોઈ પણ દંપતીને એક કરતાં વધુ દીકરીનો જન્મ થાય તો હોસ્પિટલ તરફથી ૧ લાખ રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા ૨ હજાર દીકરીઓને કુલ ૨૦ કરોડના બોન્ડ અર્પણ કર્યા છે.