Western Times News

Gujarati News

આઝાદીના 77 વર્ષ પછી વિજળી મળતાં ગ્રામજનો ખુશખુશાલ

પ્રતિકાત્મક

સુકમા, છત્તીસગઢનો સુકમા જિલ્લો એક સમયે નક્સલીઓના નામથી ઓળખાતો હતો. પરંતુ હવે જિલ્લામાં વિકાસની નવી કહાની લખાઈ રહી છે. નક્સલ જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામના ગ્રામીણોને સ્વતંત્રતા દિવસ પર એક નવી ભેટ મળી છે.

અહીંના લોકોને આઝાદીના ૭૭ વર્ષ બાદ વીજળી નસીબ થઈ છે. લોકોએ પહેલી વખત બલ્બની રોશનીથી આઝાદીને પોતાની આંખોથી જાેઈ છે. છત્તીસગઢ સરકારની વિકાસ, વિશ્વાસ અને સુરક્ષાની થીમ પર કામ કરીને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ અને સીઆરપીએફના અથાક પ્રયાસોને કારણે એલમાગુંડા ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત વીજળી સેવા શરૂ થઈ છે.

નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામમાં વીજળી સેવા પહોંચતા જ ગ્રામીણોની ખુશીનું ઠેકાણું ન રહ્યું. આ ગામમાં આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરક્ષા દળોનો કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી ગામ સુધી મૂળભુત સુવિધાઓ પહોંચાડવા સીઆરપીએફ, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્તરીતે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો

અને હવે ગામમાં વીજળી પહોંચવાથી ગ્રામીણોનો વિશ્વાસ પણ સરકારી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો પ્રતિ વધી ગયો છે. સુકમા જિલ્લાના કેટલાક ગામ નક્સલ પ્રભાવિત અને સંવેદનશીલ છે. જાેકે, સુરક્ષા દળોના જવાનો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસના સંયુક્ત પ્રયત્નોથી ગ્રામીણો સાથે સારા સબંધો સ્થાપિત કરવા તમામ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.