UKના વિઝા માટે ૪ વિદ્યાર્થીઓએ IAR યુનિ.ના ખોટા સર્ટી. બનાવ્યા
સર્ટીફીકેટ યુનિવસીટીમાં ખરાઈ માટે આવતા ભાંડો ફૂટયો
(એજન્સી)ગાંધીનગર, યુકેના વિઝા મેળવવા માટે યુનિવસીટી ઈન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રીસર્ચના ખોટા ડીગ્રી સર્ટી બનાવનાર ચાર વિધાર્થીઓ કાયદાના સંકજામાં આવ્યા છે. યુુનિવસીટી ખાતે સર્ટી ખરાઈ માટે આવતા સમગ્ર મામલો સામે આવતા એક વિધાર્થીની સહીત ૪ સામે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
વિધાર્થીઓએ અન્ય વિધાર્થીઓઅના સર્ટીના રજીસ્ટ્રેશન નંબર અને ઓર્થોટીકેશન નંબરનો ઉપયોગ કરીને સર્ટી તૈયાર કર્યો હતો. કોબા ખાતે આવેલી ઈન્સ્ટીટયુટ ઓફ એેડવાન્સ રીસર્ચના રજીસ્ટ્રાર ડો.મનીષ પીટરભાઈ પરમારે આ અંગે ફરીયાદ નોધાવી છે.
જે મુજબ યુનિવસીટીના મેઈલ આઈડી પર રર જુલાઈ, ૪ ઓગષ્ટ,૧૧ ઓગષ્ટ અને ૧૪ ઓગષ્ટ અલગ અલગ મેઈલ આવ્યા હતા. જેમાંથી એક અમદાવાદથી જયારે ત્રણ જેટલા મેઈલ યુકેથી આવેલા હતા. જય તુષારકુમાર વ્યાસના ૩૦ વર્ષ વાસણા પાલડી અમદાવાદ નામે બીટેકનું સર્ટી ચેક કતાં તે ખોટું નીકળ્યું હતું.
રેકર્ડ પર ખાતરી કરતાં જય વ્યાસ યુનિવસીટીનો વિધાર્થી હતો પરંતુ તેને બી-ટેક બાયોટેકનોલોજીનું સર્ટી મળેલું ન હતું. જેને પગલે સર્ટીનો નંબર ચેક કરતાં તે બીજા વિધાર્થીના નામ બોલતું હતું. જેનો ખોટો ઉપયોગ કરીને જયના નામે સર્ટી બનાવાયું હતું.
બીજી તરફ યુ.કે.થી આવેલા મેઈલમાં વૈભવ રાકેશકુમાર પટેલના ૩૧ વર્ષ વલસાડ નામનું બી.સી.એ.ડીગ્રી સર્ટી, પંકજકુમાર માધવલાલ પટેલના ૩ર વર્ષ ગાંધીનગર, નામનું બી-ટેક ઈન્ફરમેશન ટેકનોલોજીનું સટી જયગારે ધ્રુવી અરવીંદભાઈ વાળંદના ર૮ વર્ષ અમદાવાદ નામનું બી.સી.એ.ડીગ્રીનું સર્ટી ખરાઈ માટે આવ્યું હતું. જેની રેકર્ડ પર ખરાઈ કરતાં ત્રણેયમાંથી કોઈ વિધાર્થીઓઅ આઈએઆર ખાતે અભ્યાસ કર્યો ન હોવાનું સામે આવ્યું હતું.