ભારતીય નૌસેનાની સબમરીન 7000 કિ.મી.નું અંતર કાપી ઓસ્ટ્રેલિયા પહોંચશે
(એજન્સી)નવીદિલ્હી, ભારતીય નૌસેના હવે પ્રશાંત મહાસાગરમાં પણ પોતાનો રસ વધારી રહી છે. ભારતના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય નૌસેનાની સ્કોપીયન કલાસની સબમરીન આઈએનએસ વાગીરી ઓસ્ટ્રેલીયા પહોચી રહી છે.
આ માટે આઈએનએસ વાગીર ૭૦૦૦ કિલોમીટરની સફર કરી રહી છે. ભારતે આટલે દુર પોતાની સબમરીન તૈનાત કરી હોય તેવુું પહેલી વખત બની રહયું છે. આઈએનએસ વાગીરને જાન્યુઆરી માસમાં જ નૌસેનામાં દાખલ કરવામાં આવી છે.
પ્રશાંત મહાસાગરમાં ચીન, અમેરીકા,ફ્રાસ અને બ્રિટન પોતાની ધાક જમાવવામાં પડયો છે.
ત્યારે હવે ભારત પણ પોતાનો પ્રભાવ જમાવવાનો કોશીશ કરી રહયું છે. નૌસેનાના કહેવા પ્રમાણે આઈએનએસ વાગીર ર૦ ઓગષ્ટે ઓસ્ટ્રેલીયાના ફ્રીમેન્ટલ બંદર પર પહોચશે. આ સબમરીને શ્રીલંકાના બંદર પર આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમીત્તે રોકાણ કર્યા સિવાય બીજા કોઈ બંદર પર લંગર નાંખ્યું નથી.
જુનામાં તેણે ઓપરેશન શરૂ કર્યા બાદ તે ૭૦૦૦ કિલોમીટર અંતર કાપી ચુકી છે. આઈએનએસ વાગીર દર ત્રણથી ચાર દિવસે દરીયાની સપાટી પર આવે છે. પોતાની ફરી ડુબકી મારતા પહેલાં પોતાની બેટરી ચાર્જ કરી શકે છે. આ સબમરીને બતાવી આપ્યું છે. કે ભારતીય નૌસેના દુનિયાના કોઈ પણ દરીયાઈ હિસ્સામાં ઓપરેશન કરવા માટે સક્ષમ છે.