CCTV બંધ હોવાનું જાણી બે ગઠિયા પ લાખની સોનાની વિંટીઓ ચોરી ગયા
જાેટાણાની દુકાનમાંથી બે ગઠિયા પ લાખની સોનાની વિંટીઓ ચોરી ગયા -હિન્દી ભાષી ગઠિયાએ વાતવાતમાં સીસીટીવી બંધ હોવાનું જાણી લીધું
મહેસાણા, જાેટાણામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે આધેડ ગઠિયાઓ વેપારીને વાતોમાં પરોવી તેમની નજર ચુકવી રૂ.પ લાખની કિંમતની સોનાની રપ જેટલી વિંટીઓ ભરેલી થેલી ચોરી જતાં ચકચાર મચી ગઈ છે.
મહેસાણામાં રહેતા ભરતકુમાર કેશવલાલ પટેલ જાેટાણાના કપાસિયા બજારમાં ગેસની એજન્સીની સાથેફાઈનાન્સ તેમજ છૂટક સોના-ચાંદીના ઘરેણાંનો વેપાર કરે છે. શુક્રવારે સવારે તેમની દુકાને આવેલા અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં લાઈટર માગતા તેમણે રૂ.પ૦માં લાઈટર આપ્યું હતું
તે શખ્સે સોનાનું ઓમ જેવું પેન્ડલ માગતા તેમણે પેન્ડલ બતાવતા તેણે મારે નાનું પેન્ડલ જાેઈએ છે આ તો મોટા છે તેમ કહ્યું હતું. દરમિયાન આ શખ્સેતેમને વાતોમાં પરોવી તે પેપ્સી કંપનીમાં મેનેજર હોવાનું કહી તમારી દુકાનમાં કેમેરામાં લાઈટ થતી નથી તેમ કહેતાં ભરતકુમારે કેમેરા બંધ હોવાનું જણાવી દીધું હતું
ત્યારબાદ તેણે ૧૭થી ૧૮ વર્ષની તેની પુત્રી માટે સોનાની બુટ્ટી જાેઈએ છે તેમ કહેતા ભરતકુમાર અન્ય રૂમમાંથી સોનાના ઘરેણાં મુકેલી પ્લાસ્ટિકની થેલી લઈ આવ્યા હતા જેમાંથી બુટ્ટીઓ બતાવતા હતા ત્યારે ત્યાં બીજા શખ્સે આવી તેની સાથે કંઈક વાતચીત કરી તેની પાસેથી પાંચસોની નોટો લઈ ગયો હતો.
દરમિયાન તે શખ્સ કાઉન્ટર છોડી દુકાનની અંદર તરફ વેપારી થેલીમાં ઘરેણા મુકતા હતા તેમની પાસે જઈ આમ નહીં આમ કરો તેમ કહી વાતોમાં પરોવી તેમની નજર ચુકવી સોનાની રપ જેટલી વિંટીઓ ભરેલી થેલી લઈને મારે સ્ટોનવાળી બુટ્ટીઓ નથી જાેઈતી,
મારી પત્ની બહાર શાકભાજી લે છે તેને બોલાવીને આવું છું કહીને નીકળી ગયો હતો. વેપારીને શંકા જતા તેમણે તપાસ કરતા ચોરી અંગેની જાણ થઈ હતી અને આ બાબતે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.