Western Times News

Gujarati News

ધી એકલિંગજી ક્રેડિટ કો.ઓ. સોસાયટી મોડાસાની ૧૧ મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ધી એકલિંગજી ક્રેડિટ કો.સો.લિ.મોડાસાની ૧૧મી વાર્ષિક સામાન્ય સભા બ્રહ્મ સમાજ ના કર્મષ્ઠ અગ્રણી ભરતભાઈ જાેશીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

સામાન્ય સભાની શરૂઆત મંડળીના ડિરેક્ટર ભુપેન્દ્રભાઈ ગોરે માં સરસ્વતીની વંદના પ્રાર્થના સાથે કરાવી હતી.વર્ષ દરમ્યાન સમાજના મૃતક મોભીઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મંડળી ના ઉત્સાહી પ્રથમ મહિલા ચેરમેન અર્ચનાબહેન જાેષીએ ઉપસ્થિત મંડળી ના સૌ હોદ્દેદારાઓ વા.ચેરમેન ડીરેકટરો અને સભાસદો ને આવકાર્યા હતા અને સૌ નુ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા અને મંડળી ને નવી ઉચાઈ નહપર લઈ જવા નેમ વ્યક્ત કરી હતી .

સમાજ ના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સિનિયર સિટીઝન અને જેમણે મંડળીની પ્રગતિમાં જેમનો સિંહ ફાળો રહેલો છે તેવા સભાસદો નુ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યુ હતું .મંડળીના મેનેજિંગ ડિરેક્ટર બ્રિજેશભાઈ ઉપાધ્યાયે પોતાના શાબ્દિક પ્રવચનમાં ૧૧ મી વાર્ષીક સાધારણ સભા મા મંડળીની સ્થિતિ અંગે ચિતાર આપવામાં આવ્યો મંડળીના પ્રગતિના શીખરો સર કરવા માટે આગળ વધી રહી છે.

મિલકત લોન અને એચપી લોન ની મર્યાદા જે પાંચ લાખ રૂપિયા હતી તેમાં સુધારો કરીને ૧૫ થી ૨૦ લાખ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે તેમજ સભાસદ વ્યકિત લોન ની મર્યાદા એક લાખથી વધારીને બે લાખ સુધી કરવામાં આવી છે તેના માટે વાકેફ કરવામાં આવ્યા. સર્વે સભાસદોને યોગ્ય સહકાર આપવા માટે પણ જણાવવામાં આવ્યું.

સભાના અધ્યક્ષ શ્રી ભરતભાઈ જાેષી એ પણ મંડળી ના દસ વર્ષના વિકાસની ગાથા રજૂ કરી હતી અને ૧૧ માં વર્ષમાં પ્રવેશ કરતા વધુ વિકાસ વંતી બને તેવી આશા વ્યક્ત કરી સૌ ને શુભકામનાઓ પાઠવી હતી સાધારણ સભા ના અંતે આભારવિધી પંકજભાઈ ઉપાધ્યાયે કરી સૌ સભાસદો નો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભા ને સફળ બનાવવા મંડળી ના સૌ હોદ્દેદારાઓ મેનેજર અને કલાર્કે ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.