‘મેટ્રો કોર્ટની લિફ્ટ સંદર્ભે આકસ્મિક ઘટના બનશે તો કાર્યપાલક ઈજનેર જવાબદાર’
હાઈકોર્ટને પણ પત્રની નકલ મેટ્રો કોર્ટે મોકલી આપી-વારંવાર ખોટકાતી લીફટ સંદર્ભે કોર્ટે આકરા શબ્દોમાં માર્ગ અને મકાન વિભાગને લેખીત જાણ કરી
(એજન્સી)અમદાવાદ, મેટ્રો કોર્ટમાં વારંવાર ખોટકાતી લીફટ મુદે વારંવાર તંત્રને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ત્યારે મેટ્રો કોર્ટ બાર એસો.ના પત્ર બાદ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી આકરા શબ્દોમાં એક પત્ર અધિક્ષક ઈજનેર વિધુત માર્ગ અને મકાન વર્તુળ નિર્માણ ભવનને લખ્યો છે.
જેમાં લીફટ સંદર્ભે ભવિષ્યમાં આકસ્મિક કે અન્ય પરીસ્થિતી ઉભી થશે તો કાર્યપાલક ઈજનેર જવાબદાર રહેશે તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રની એક નકલ હાઈકોર્ટને પણ મેટ્રો કોર્ટે મોકલી આપી છે.
મેટ્રો કોર્ટના પ્રમુખ ભરત શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને લેખીતમાં એવી રજુઆત કરી હતી. કે, મેટ્રો કોર્ટમાં ૭ હજારથી વધુ એડવોકેટ કાર્યરત છે. અને દરરોજ અંદાજે પ હજાર જેટલા પક્ષકારો વિવિધ કામ માટે કોર્ટમાં આવે છે. ત્યારે આઠ માળની મેટ્રો કોર્ટમાં હાલ છ લીફટ છે.
જે પૈકી ત્રણ લીફટ બંધ હાલતમાં હોવાને કારણે હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સવારે લીફટ માટે લાંબી કતારો લાગી રહી છે. તેથી આ મામલે તાકીદે યોગ્ય નિર્ણય કરી નિકાલ કરવો જાેઈએ.
રજુઆત બાદ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી હતી. અને તાકીદે અધિક્ષક ઈજનેર કે.કે.ઓઝાને આકરા શબ્દોમાં એક પત્ર લખ્યો છે. જેમાં એવી જણાવાયું છે, કોર્ટમાં મોટા પ્રમાણમાં પક્ષકારોની અવર જવર હોય છે. અને બે લીફટ હાલ બંધ છે, આ મામલે કેટલીક લીફટ તો ત્રણ મહીનાથી બં ધ છે.
આ મામલે તંત્રને વારંવાર લેખીત અને મૌખીકી જાણ કરવામાં આવી છે. પંરતુ યોગ્ય નિર્ણય લઈ પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. અગાઉ બે વખત કાર્યપાલક ઈજનેરને આ મામલે જાણ કરવામાં આવી હતી. પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આમ ખુબ જ ખરાબ લીફટ સર્વીસને કારણે કોઈ પણ આકસ્મીક બનાવ બનશે અથવા બીજી કોઈ પરીસ્થિતી ઉભી થશે
તથા વકીલો દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો તેની જવાબદારી યોગ્ય કચેરીની રહેશે. આ અંગેની એક નકલ હાઈકોર્ટ રજીસ્ટ્રાર કાર્યપાલક ઈજનેરે લાલદરવાજા નાયબ કાર્યપાલક ઈજનેર લાલદરવાજાને પણ મોકલી આપવામાં આવ્યો છે.