Western Times News

Gujarati News

ભારતે રચ્યો ઈતિહાસઃ ચન્દ્રયાન-3નું ચન્દ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ

ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.એ પહેલાં સાંજે 5 વાગ્યે ઈસરોએ લેન્ડરને છેલ્લો કમાન્ડ આપી દીધો છે. 14 જુલાઈના રોજ બપોરે 3.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ એ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે. India makes history: Chandrayaan-3 successfully lands on lunar surface

ઈસરોએ કહ્યું કે તમામ સિસ્ટમ સામાન્ય છે. બેંગ્લોર ઓફિસમાં મિશન ઓપરેશન ટીમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાંજે 5:44 વાગ્યે લેન્ડર યોગ્ય સ્થિતિમાં આવશે ત્યારે ટીમ ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) લોન્ચ કરી દેશે.

લેન્ડરના ચાંદ પર લેન્ડ થતાં જ રેમ્પ ખૂલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર લેશે અને પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે. આ તસવીરોને પૃથ્વી પર સેન્ડ કરવામાં આવશે. જો ભારત પોતાના આ મિશનમાં સફળ રહ્યું તો આવું કરનારો પહેલો દેશ બનશે. આ ક્ષણ માણવા માટે દેશભરમાં ઉત્સાહ છે અને ઠેર-ઠેર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

મિશનની સફળતા માટે દેશમાં જ નહીં, વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ગુફામાં આજ સવારથી મિશનની સફળતા માટે પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા ચંદ્રયાન-3 લેન્ડ થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.