Western Times News

Gujarati News

કલાકારો તેમના પાળેલાં કૂતરા પ્રત્યેનો પ્રેમ જાહેર કરે છે!

કૂતરાઓએ તેમની નિખાલસ કૃતિઓ થકી માનવીના સૌથી નિકટવર્તી સાથ તરીકે સતત તેમની સ્થિતિને સિદ્ધ કરી છે, જે આપણને વારંવાર યાદ અપાવે છે. સંભવિત ઘોંઘાટમય દુનિયા વચ્ચે આપણાં આ રૂવાટીવાળા સાથીઓ પાસે પાછા વળવું તે સુંદર અને મૂડ સારો કરનારો અનુભવ બની રહે છે, જે આપણા આખરી ભાવનાત્મક હીલર તરીકે કામ કરે છે. આ વહાલા ચાર પગવાળા મિત્રો ખરેખર પો-એડોરેબલ પરિભાષાના સાર્થક કરે છે.

ઈન્ટરનેશનલ ડોગ ડે પર કલાકારો તેમના કૂતરા વિશે વાત કરે છે અને તેમના કૂતરાને નામ કઈ રીતે આપ્યું તે વિશે રસપ્રદ વાર્તા કહે છે. આમાં ગીતાંજલી મિશ્રા (હપ્પુ કી ઉલટન પલટનનો રાજેશ), આયુધ ભાનુશાલી (દૂસરી માનો કૃષ્ણા) અને વિદિશા શ્રીવાસ્તવ (ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી)નો સમાવેશ થાય છે.

હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી ગીતાંજલી મિશ્રા કહે છે, “મને કૂતરા એટલા ગમે છે કે હું લોકોથી પણ તેમને વધુ ઈમાનદાર માનું છું. મને લાગે છે કે માનવીઓ કરતાં કૂતરા વધુ સારા સાથી છે. હું મારા ફ્રેન્ડની ઘરે જાઉં અને તેમની પાસે કતરું હોય તો હું ફ્રેન્ડ કરતાં કૂતરા સાથે વધુ સમય વિતાવું છું. તેઓ અમુક વાર ફરિયાદ પણ કરે છે (હસે છે). મેં લેબ્રાડોર દત્તક લીધો છે. મારા વ્યસ્ત કામના શિડ્યુલને લીધે મેં મારા ફ્રેન્ડના ઘરે તેને રાખું છું, જેથી તેની પર સતત ધ્યાન રાખી શકાય. અમે સૌપ્રથમ મળ્યા ત્યારે તે મારી પર બહુ ભસ્યો હતો અને તેના ભસવાનો અવાજ મને બમ બમ તરીકે આવતો હતો, જેથી મેં તેને બમ બમ નામ આપ્યું છે. ભગવાન શિવની ભક્ત તરીકે તેને આ નામે બોલાવતાં મને મારા મનગમતા ભગવાનની યાદ અપાવે છે. તેની હાજરી મને સારું મહેસૂસ કરાવે છે અને મારા જીવનમાં હકારાત્મકતા લાવે છે. આ ઈન્ટરનેશનલ ડો ડે પર હું ભારપૂર્વક દરેકને કૂતરો લાવવા અને તે પછી અન્ય વ્યક્તિના જીવનમાં કેવી હકારાત્મકતા અને રોમાંચ આવે છે તે જોવાનું સૂચન કરું છું. ”

દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “હું મારા પરિવારમાં સૌથી મોટો કૂતરા પ્રેમી છું, પરંતુ મારા વ્યસ્ત કામના શિડ્યુલને લીધે કૂતરો રાખી શકતો નહોતો, કારણ કે મહિનાઓ સુધી ઘરની બહાર રહેતો હતો. આથી મને દુઃખ થતું હતું. જયપુરમાં ઝી સ્ટુડિયોઝ ખાતે મારા શો દૂસરી મા માટે શૂટિંગ કરવા સમયે હું સુંદર કાળા લેબ્રાડોરને મળી હતા. એક દિવસ તે મારી પાસે આવ્યો અને મારા પગ પાસે રમવા લાગ્યો. તે જ સમયે હું તેની સાથે તુરંત કનેક્ટ થઈ ગઈ અને તેના માલિકને થોડી વાર હું સંભાળ રાખી શકું કે એવું પૂછ્યું. તે સંમત થયો, કારણ કે મેં કૂતરાને બહુ પ્રેમ કર્યો તે તેણે જોયું હતું. મેં કૂતરાને છોટા બુલેટ નામ આપ્યું, કારણ કે તે બહુ નાનો હતો, સુપર ક્યુટ હતો અને તેજ પણ હતો. હું તેને છોટા બુલેટ, કમ હિયર કહું છું ત્યારે તે દોડીને મારી પાસે આવે છે. અમુક વાર નાના પગને કારણે તે લથડિયા ખાય છે. મારા બ્રેક્સ દરમિયાન અમે બોલ સાથે રમતાં અને આસપાસમાં રેસ કરતાં. હું તેને પાર્ક અને બગીચામાં લઈ જતો. તે છોડી ગયો ત્યારે ગૂડબાય કહેવાનું મુશ્કેલ હતું, પરંતુ અમે વિડિયો કોલ્સ થકી કનેક્ટેડ રહીએ છીએ. હું માનું છું કે જનાવરો શુદ્ધ, નિઃસ્વાર્થી પ્રેમ બતાવે છે અને શ્રેષ્ઠતમ પામવાના હકદાર છે. ”

ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “તમે કૂતરાને પસંદ કરતા નથી, પરંતુ કૂતરો તમને પસંદ કરે છે. હું મારી બહેનના ઘરે ત્રણ વર્ષ પૂર્વે ગઈ ત્યારે કાંઈક આવું જ થયું હતું અને બાકીની વાર્તા પછી હૃદયસ્પર્શી છે. સફેદ મિશ્રિત જાતિનો કૂતરો મારી પાસે આવ્યો અને હું અંદર આવતાં જ મારી ગરદન સામે તેનું નાક નમ્રતાથી ઘસવા લાગ્યો. હું તુરંત તેના પ્રેમમાં પડી ગઈ. તેની સફેદ રૂવાટી, મંત્રમુગ્ધ કરનારી આંખો અને રમતિયાળ વ્યક્તિત્વને લીધે અમે તુરંત તેને ફોક્સી નામ આપ્યું. તે વ્હાઈટ પોક્સ જેવો દેખાતો હતો અને ગંધ તુરંત પારખી જતો.

અમે કાંઈક બનાવીએ ત્યારે તેને બહુ મજા આવતી, તે નાની કૃતિઓ કરતો, અમે તેને બટકું નહીં આપીએ ત્યાં સુધી ચાલાક શિયાળ જેવું વર્તન કરતો હતો. ફોક્સી મારા જીવનનો હિસ્સો બની ગયો હોવાથી તે મારો તાણ દૂર કરે છે, મારો નિકટવર્તી સાથી છે અને આશાનો ચમકદાર સ્રોત છે, જે રોજ મારો દિવસ સુધારે છે. તે મારા જીવનમાં બેસુમાર ખુશી અને વહાલ લાવે છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે તે દરરોજ મારી પર બહુ પ્રેમ દર્શાવે છે. કૂતરા માનવી કરતાં બહેતર હોય છે. બધા સાથી કૂતરા પ્રેમીઓને ઈન્ટરનેશનલ ડેની શુભકામના!”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.