“ડગલાં ભરવા માંડો રે…”, “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે…”: વીર કવિ નર્મદ
વીર કવિ નર્મદની ૧૯0મી જન્મજયંતી શાનભેર ઉજવાઈ
આજે ૨૪ ઑગસ્ટ, આપણા ગુજરાતમાં સમાજસુધારણા ચળવળના અગ્રણી વીર કવિ નર્મદની 190મી જન્મજયંતી છે. તે નિમિત્તે કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેની તેમની પ્રતિમા પાસે ફૂલહાર અને નર્મદના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આસપાસના લારીગલ્લાંવાળા મિત્રો, પસાર થતા લોકો તથા પંકજ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકો ખૂબ ઉત્સાહભેર જોડાયા હતા. સહુએ નર્મદના ફોટાવાળા બેજ પહેર્યા હતા અને નર્મદની પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા હતા.
કાર્યક્રમમાં નર્મદના ગીતો – “ડગલાં ભરવા માંડો રે…”, “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે…”નું ગાન તથા “વીર કવિ નર્મદ અમર રહો’ના નારા બોલાવવામાં આવ્યા હતા. કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમના સેક્રેટરી શ્રી મીનાક્ષીબેન જોશીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે,
નર્મદે આજથી 200 વર્ષ પહેલાંના જમાનામાં કુપ્રથાઓ, રૂઢિચુસ્તતા, અંધશ્રધ્ધા, જ્ઞાતિ-જાતિ-ધર્મ-ભાષા-પ્રદેશના ભેદભાવ, મહિલાઓ સાથેના ભેદભાવો-અત્યાચારો જેવા સમાજના સડા સામેની સામાજિક ચળવળ ચલાવી હતી. આજે પણ સમાજમાં આ તમામ ભેદભાવો મોજુદ છે તેથી નર્મદને યાદ કરવાનો અને તેમને ચાહવાનો અર્થ જ એ છે કે નર્મદની સમાજ સુધારણા ચળવળને ઓર આગળ ધપાવવી.
ર૪મી ઓગષ્ટ ૧૮૩૩ના દિવસે પુણ્ય સલિલા તાપી તટે વસેલ સુરતમાં જન્મેલા કવિશ્રી નર્મદએ cકલમ4 હવે તો તારે ખોળે છું, કહીને માત્ર કલમની કમાણી પર જીવવાનો નિર્ધાર કરનારે ગુજરાતી સાહિત્યમાં કવિતા4 નિબંધ4 કોષ4 જીવન કથા સહિત પ્રથમ આત્મકથા આપી છે.
પ્રેમશૌય અંકિત કરનારા તથા સમાજમાં પ્રવર્તતી અંધશ્રઘ્ધા4 કુરિવાજો સામે લડતાં લડતાં વિધવા પુનઃલગ્ન કરી સમાજ સુધારાની ચળવળને આગળ ધપાવનાર ccસુધારક યુગccના પ્રવર્તક એવા કવિશ્રી નર્મદની જન્મજયંતિ પ્રસંગે તા.ર૪/૦૮/ર૦ર૩ના રોજ સવારે ૮.૩૦ કલાકે સુરતના સપૂત કવિશ્રી નર્મદની ભાતીગળ સાંસ્કૃતિક વારસાની જાળવણી અર્થે આમલીરાન સ્થિત કવિશ્રી નર્મદના નિવાસસ્થાન cસરસ્વતી મંદિરc ખાતે
માન.મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા4 ડે.મેયરશ્રી દિનેશભાઇ જોધાણી4 સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી પરેશભાઇ પટેલ4 મ્યુનિ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલ4આઇ.એ.એસ.4 વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ4 મ્યુનિ.સભ્યશ્રીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદના કરી હતી. ત્યારબાદ કવિશ્રી નર્મદના નિવાસસ્થાન ccસરસ્વતી મંદિર ખાતેથી નીકળી તમામ મહાનુભાવો
વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ4 મ્યુનિ.સભ્યશ્રીઓ4 અધિકારીશ્રીઓ4 નર્મદપ્રેમી નગરજનોએ સવારે ૯.૦૦ કલાકે ચોકબજાર ગાંધી બાગ ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી સહ વંદના કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો દ્વારા કવિશ્રી નર્મદને પ્રિય લોકગીત ccજય જય ગરવી ગુજરાતcc અને ccસહુ ચલો જીતવા જંગ4 બ્યુગલો વાગે4 યા હોમ કરીને પડો ફતેહ છે આગેcc ના નારા સાથે કવિશ્રી નર્મદની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી વંદના કરી હતી.