ચંદ્ર તો માત્ર શરૂઆત છે: ઈસરો તો સૂર્ય, મંગળ અને શુક્ર સુધી જવાનું છે
ગગનયાન મિશનઃ ઈસરોનું ગગનયાન મીશન ભારતનું સ્પેસમાં પહેલો માનવી મોકલવાની દિશામાં પહેલું પગલું છે. આ મિશન ર૦રરમાં જ લોન્ચ થવાનું હતુું. પરંતુ હાલ તેમાં વિલંબ થયો છે. હવે તે ર૦રપ બાદ સફળ થાય તેવી અપેક્ષા છે. હાલ ગગનયાન હ્મયુન સ્પેસ ફલાઈટ મીશન પહેલા ઈસરોએ બે માનવરહીત મિશન પ્લાન કર્યા છે.
સૂર્ય માટે આદિત્ય એલ-૧
ઈસરો સપ્ટેમ્બરના પહેલા અઠવાડીયામાં આદિત્ય એલ-૧ લોન્ચ કરી શકે છે. ર૦૧પમાં ઈસરોએ એસ્ટ્રોસેટ લોન્ચ કર્યું હતું. અને આદીત્ય એલ-૧ તેનું બીજું એસ્ટ્રોનોમી મિશન રહેશે. સ્પેસક્રાફટ સૂર્ય-પૃથ્વીની સીસ્ટમમાં લેગરેન્જ પોઈન્ટ પાસેની હેલો ઓર્બીટમાં રહેશે. તે પૃથ્વીથી ૧પ લાખ કિમી દુર છે.
યુએસ સાથે સંયુકત અભિયાન- નિસાર
નાસા અને ઈસરોનો સાર એટલે કે નિસાર અભિયયાન પૃથ્વીની બદલાઈ રહેલી ઈકો સીસ્ટમનો અભ્યાસ કરશે. ભુજળના પ્રવાહની સાથે જ જવાળામુખી ગ્લેશિય, ઓગળવાનો દર પૃથ્વીની સપાટી પર થઈ રહેલા પરીવર્તનનો અભ્યાસ કરશે. તે દર ૧ર દિવસ ડીફોર્મેશન મેપ બનાવાશે.
મંગળ પર ફરી આરોહણની તૈયારી
ભારતનું બીજું ઈન્ટર-પ્લેનેટરી મિશન મંગલયાન-ર પણ પ્રસ્તાવીત છે. આ વખતે હાઈપરસ્પેકલ કેમેરા અને રડાર પણ ઓબીટલ પ્રોબમાં લાગેલા રહેશે. આ મિશન માટે લેન્ડરને રદ કરાયું છે. ભારતનું પહેલું મીશન મંગલયાન-૧ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પહોચી ગયું હતું.
શુક્રયાન પણ લાઈનમાં છે
ઈસરોના માર્સ ઓર્બિટર મીશન એટલે કે મંગલયાન-૧ની સફળતા બાદ ઈસરોની નજરો શુક્ર પર છે. અમેરીકા, યુરોપીયન સ્પેસ એજન્સી અને ચીને પણ શુક્ર ગ્રહ માટે પોતાના મીશન પર કામ શરૂ કર્યું છે. ભારતનું મીશન આમ તો ર૦ર૪ માટે નિર્ધારીત હતું પણ હાલ તે રશ્૦૩૧ પહેલા પુરું થાય તેવા અણસાર નથી.
સ્પેડેકસ (સ્પેસ ડોકિંગ એકસપરિમેન્ટ)
ભારત ભવિષ્યમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવે તો તેને સ્પેસ ડોકની જરૂરીયાત રહેશે. તેના માટે સ્વદેશી સ્પેડેકસ બનાવાઈ રહયું છે. તેનું લક્ષ્ય પૃથ્વીની કક્ષામાં બે સ્પેસક્રાફટને ડોક કરવાની ટેકનીક વિકસીત કરવાનું છે. મલ્ટી-મોડયુલ સ્પેસ સ્ટેશન બનાવવા માટે મહત્વપુર્ણ હોય છે.