Western Times News

Gujarati News

ચંદ્રયાન3ઃ લખનૌનાં  ડો.રિતુ કારિધાલે લેન્ડિંગની જવાબદારી સંભાળી

લખનૌ, આજે આખો દેશ ચંદ્રયાન-૩ના ચંદ્ર પર સફળ લેન્ડીગને પગલે ખુશથી ઝૂમી ઉઠયો છે. ત્યારે આ મીશનની સફળતા ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ માટે પણ ખાસ છે. કેમ કે ચંદ્રયાન-૩ના લેન્ડીગની જવાબદારી ‘રોકેટ વુમન ઓફ ઈન્ડીયા’ તરીકે મશહુર લખનૌનાં ડો. રીતુ કારિધાલના શીરે હતી.

તેમણે ચંદ્રયાન-૩ ના લોન્ચીગની જવાબદારી પણ સંભાળી હતી. ચંદ્રયાન-૩ના લેન્ડીગની ઐતિહાસિક પળ પર આખી દુનિયા મીટ માંડીને બેઠી હતી. સફળ લેન્ડીગના પગલે ભારત ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર ઉતરનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

નોધનીય ેકે ગત ૧૪ જુલાઈએ ભારતે ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ત્રીજા મુન મીશન ચંદ્રયાન-૩ લોન્ચ વ્હીકલ માર્ક–૩ એલએમવી-૩ રોકેટ દ્વારા સફળ પ્રક્ષેપણ કયું હતું. પક્ષેપણ બાદ ચંદ્રયાન-૩ એ પ ઓગષ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. તા.૧૭ ઓગષ્ટે તેના બંને મોડયુલ અલગ થઈ ગયા હતા.

આ અગાઉ ૬,૯,૧૪ અને ૧૬ ઓગષ્ટે મિશનને ચંદ્રની વધુ નજીક લઈ જવાની કવાયત કરાઈ હતી. ઈસરોના જણાવ્યા અનુસાર આ વખતે ચંદ્રયાન-૩ના લેન્ડિગની જવાબદારી વરિષ્ઠ મહિલા વિજ્ઞાની ડો. રિતુ કારિધાલને સોપાઈ છે. જેઓ ચંદ્રયાન-૩ના મિશન ડાયરેકટર છે. જયારે પી. વીરા મુથુવેલ પ્રોજેકટ ડાયરેકટર છે. ડો.રિતુ આ અગાઉ મંગળયાનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેકટર અને ચંદ્રયાન-ર મિશન ડાયરેકટર પણ રહી ચુકયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.