Western Times News

Gujarati News

શ્રાવણિયો જુગાર જામ્યો છે ત્યારે મહેસાણામાં ર૬ જુગારી ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

કડીમાં બે જુગારધામ પર પોલીસે રેડ કરી ૧૪ને ઝડપી પાડ્યા, ૮ ભાગી છૂટ્યા -મહેસાણા GIDC એસ્ટેટના ફલેટમાંથી ૬ અને વિજાપુરમાંથી ૬ જણા ઝબ્બે

મહેસાણા, મહેસાણા જિલ્લામાં શ્રાવણિયો જુગાર જામ્યો છે ત્યારે પોલીસે પણ જુગારીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હોય તેમ જિલ્લામાંથી ર૬ જુગારીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી પાડયા હતા જયારે પાંચ ભાગી છુટયા હતા. પોલીસે આ ચારેય જગ્યાએથી ૧,૧૭,૧૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિવિધ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીના આધારે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી જીઆઈડીસી એસ્ટેટના ફલેટમાં આવેલ મકાન નં. એ-૯માં જુગારની રેડ કરી હતી.

એલસીબીની રેડમાં ૬ શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં કનુ અમરતભાઈ પટેલ (સરદારધામ, મહેસાણા), ફિરોજમીયા અયુબમીયા મુસલમાન (ગીલોસણ તા.મહેસાણા), હજરતબીલાલ જુમ્મામીયા (મુસલમાન) પરમાર (ગીલોસણ તા.મહેસાણા), ઈદ્રીશમીયા જુમ્મામીયા (મુસલમાન) ચૌહાણ (ગીલોસણ તા.મહેસાણા) તેમજ રમતુજી ઈશ્વરજી ઠાકોર (દેદીયાસણ GIDC તા. મહેસાણા) પકડાયા હતા.

મહેસાણા એલસીબીની ટીમે રેડ દરમિયાન તમામની અંગજડતી કરી રૂ.રપ,૭૦૦રોકડ, રૂ.૪૧,પ૦૦ની કિંમતના પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૬૭,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ તમામ સામે મહેસાતા બી-ડીવીઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કડી પોલીસે શ્રાવણ માસમાં જુગારની પ્રવૃતિએ અટકાવવા બાતમીના આધારે બે રેડ કરી જુગાર રમી રહેલા ૧૪ને ઝડપી પાડયા હતા જયારે પોલીસની રેડ જાેઈ નાસી ગયેલ આઠને વોન્ટેડ જાહેર કરાયા હતા. ઉપરોકત બંને રેડ કડીના કરણનગર વિસ્તાર તેમજ વિસતપુરા ગામમાં પાડવામાં આવી હતી.

વિસતપુરા ગામના પરાની ખુલ્લી જગ્યામાં રમી રહેલા વિસતપુરાના વિજય ઉર્ફે કાળુ બળવંતભાઈ ઠાકોર, સુરેશ તકાજી ઠાકોર, હિતેષ મેરૂજી ઠાકોર, લાલજી રતીલાલ ઠાકોર તેમજ પ્રહલાદ ગાંડાભાઈ બજાણીયા પોલીસની રેડમાં ઝડપાઈ ગયા હતા જયારે હર્ષદભાઈ ઘનશ્યામભાઈ પટેલ, માધો ભરવાડ, દિનાજી ઠાકોર, ભરત ઠાકોર, ભરત બજાણીયા, રાજેશ ઠાકોર, વિષ્ણુ બજાણીયા તેમજ દીપક બજાણીયા નાસી ગયા હતા. પોલીસે રેડ દરમિયાન રોકડ તેમજ મોબાઈલ સહિત રૂ.૧૧,૬૧૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કડી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

ઉપરાંત કડીના કરણનગરમાં આવેલ ચબુતરા ચોકમાં જુગાર રમી રહેલા ૯ જુગારીઓને રડ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કરણનગર વિસ્તારમાં રહેતા દ્વારકા સાંકાભાઈ પટેલ, કનુ સેંધાભાઈ રાવળ, સંજય ખોડાભાઈ રાવળ, પંકજ જયંતીભાઈ રાવળ, કલ્પેશ મણીલાલ પટેલ, જાેરૂભા ચંદુભા સોલંકી, અલ્પેશ ચંદુભાઈ ઓડ, અરવિંદ ભીખાભાઈ બજાણીયા (કુંડાળ) તેમજ અમરત રામાભાઈ રાવળ (કડી)નો સમાવેશ થાય છે. પોલીસે રેડ દરમિયાન રોકડ તેમજ મોબાઈલ સહિત રૂ.ર૩,૧૮૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિજાપુર ઃ વિજાપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન માહિતી મળી હતી કે વિજાપુર દવાડિયા વાસમાં જાેગણી માતાના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે સ્થળ ઉપર જઈ રેડ કરતા ૧પ,૧ર૦ રૂપિયાની રોકડ રકમ સાથે પ્રકાશભાઈ સુરેશભાઈ દેવીપૂજક, જયંતીભાઈ રમેશભાઈ દેવીપૂજક, લાલસિંહ પ્રતાપસિંહ ઝાલા, વિનોદકુમાર ભગાભાઈ, ગોપાલભાઈ રમેશભાઈ દેવીપૂજક, કનુજી સેધાજી ઠાકોર (તમામ રહે. વિજાપુર)ને ઝડપી લઈ જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.