Western Times News

Gujarati News

ભારત આવીને ચંદ્રયાન ૩ની ટીમને મળશે વડાપ્રધાન

બેંગલુરુ, ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે ચંદ્રની સપાટીનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. ૨૩ ઓગસ્ટે ચંદ્રયાનના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ પહોંચ્યા હતા. પરંતુ, પીએમ મોદીએ ત્યાંથી લાઈવ જાેડાઈને ભારતનું ચંદ્ર મિશન જાેયું અને તેની સફળતા માટે ઈસરો અને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.

ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉતરશે. અહીં ISROનું મુખ્યાલય છે. તેમના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ એટલે કે ૨૬ ઓગસ્ટે સવારે લગભગ ૭ વાગ્યે પીએમ સીધા જ ઈસરોના હેડક્વાર્ટર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રયાન-૩ની આખી ટીમને મળશે.

બેંગલુરુમાં પીએમ મોદીના આગમન પર કર્ણાટક બીજેપી પણ એક નાનો રોડ શો યોજવાની તૈયારી કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ પીએમ દિલ્હી જવા રવાના થશે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ ઓગસ્ટે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચશે. ત્યાં બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ તેમનું સ્વાગત કરવા પહોંચશે. પીએમને આવકારવા માટે ઢોલ-નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી બીજેપીના ૧૦,૦૦૦થી વધુ કાર્યકર્તા પીએમને રિસીવ કરવા એરપોર્ટ પર પહોંચશે.

ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી દિલ્હી જવાને બદલે પહેલા બેંગલુરુ જશે અને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપશે. ચંદ્રયાનના સફળ લેન્ડિંગ પર પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જાેઈએ છીએ, ત્યારે આપણને ખૂબ જ ગર્વ અનુભવાય છે.

આ નવા ભારતની સવાર છે.” તેમણે વધુમાં કહ્યું, “આપણે ધરતી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો હતો… ભારત હવે ચંદ્ર પર છે.” આ અવકાશયાન ૧૪ જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.