Western Times News

Gujarati News

KBC ૧૫માં ૨૫ લાખ જીતીને આવ્યા અમદાવાદના કુણાલસિંહ

મુંબઈ, કૌન બનેગા કરોડપતિની ૧૫મી સીઝન શરૂ થઈ છે. જેમાં હાલમાં જ અમદાવાદના એક સબ-ઈન્સ્પેક્ટરે ભાગ લીધો હતો. તેઓ આ શોમાંથી ૨૫ લાખ રૂપિયા જીતીને આવ્યા છે. ગાંધીનગર ખાતે ડીજીપીની ઓફિસમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટર કુણાલસિંહ ડોડિયાનું કૌન બનેગા કરોડપતિની હોટસીટ પર બેસવાનું સપનું સાકાર થયું છે.

પિતા જેને આળસુ માનતા હતા એવા ૩૦ વર્ષના બીએસસી ગ્રેજ્યુએટ કુણાલસિંહ અમિતાભ બચ્ચનના ગેમ શોમાંથી ૨૫ લાખ રૂપિયા જીતીને આવ્યા છે. છેલ્લા કેટલાય વર્ષથી કૌન બનેગા કરોડપતિ દર્શકોનો મનપસંદ શો રહ્યો છે અને કુણાલસિંહ પણ ૧૪ વર્ષના હતા ત્યારથી તેને જાેતા આવ્યા છે.

આ શો ટીવી પર જાેતાં દરેક દર્શકના મનમાં એકવાર તો વિચાર આવ્યો જ હશે કે તેઓ પણ તેમાં ભાગ લે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર બેસે. પ્રયત્ન કરતાં કેટલાય લોકો નિષ્ફળ થાય છે તો કેટલાકનું નસીબ જાગે છે અને તેમને બિગ બી સામે બેસવાની તક મળે છે.

કુણાલસિંહ પણ છેલ્લા ૧૨ વર્ષથી આ શોમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે પ્રયત્નો કરતા હતા અને કેટલીયવાર નિષ્ફળતા મળી પરંતુ તેઓ નાસીપાસ ના થયા અને પ્રયાસ ચાલુ રાખ્યો. આ વર્ષે ફરી એકવાર રજિસ્ટ્રેશન શરૂ થયા ત્યારે તેમણે જીસ્જી મોકલ્યો અને વર્ષોની આતુરતાનો અંત આવ્યો.

સબ-ઈન્સ્પેક્ટર કુણાલસિંહે કહ્યું, “હું સોની લિવ એપ પરથી જવાબો આપી રહ્યો હતો અને એક અઠવાડિયા પછી મને ઓટોમેટેડ કોલ આવ્યો હતો. મેં આપેલા વિકલ્પોમાંથી સવાલો પસંદ કરીને તેના જવાબ આપ્યા હતા અને મારા બધા જ જવાબો સાચા હોવાથી થોડા દિવસ પછી મારો સંપર્ક કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું.”

“લગભગ દોઢ મહિના પછી મને જાણકારી આપવામાં આવી કે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે મારી પસંદગી થઈ છે. એ પછી ૨૦ દિવસ બાદ મને મુંબઈ બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં જઈને મને જાણકારી મળી કે આ વખતે કેબીસીના ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

સુપર સંદૂક તમને ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ સુધી પહોંચવામાં મદદ કરશે અને ત્યાંથી આગળ હોટસીટ તમારી રાહ જાેઈ રહી છે. ગેમ શરૂ થઈ અને ૩.૮૨ સેકંડમાં જવાબ આપીને હું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ જીતી ગયો હતો”, તેમ બિગ બીને મળવાનો અનુભવ શેર કરતાં પહેલા કુણાલસિંહે જણાવ્યું.

૧૦ સવાલોના સાચા જવાબ આપ્યા પછી તમે મહાનાયક સુધી પહોંચો છો અને એ તમને ૧૦ રેપિડ સવાલ કરે છે. કુણાલસિંહ સહિત તમામ સાથી કન્ટેસ્ટન્ટ્‌સે ૯૦ સેકંડમાં એ સવાલોના જવાબ આપવાના હતા. કુણાલસિંહે કહ્યું, “હું એકમાત્ર એવો કન્ટેસ્ટન્ટ હતો જેણે અત્યાર સુધી ૧૦માંથી ૯ જવાબ સાચા આપ્યા છે.”

હોટસીટ પર બેઠા પછી ૧૩ સવાલોના સાચા જવાબ આપીને કુણાલસિંહ ૨૫ લાખની રકમ જીત્યા છે. જાે તેમણે ખોટો જવાબ આપ્યો હોત તો તેમને ૩.૨૦ લાખ રૂપિયા લઈને પાછા આવવું પડત. જાેકે, તેમણે રિસ્ક લેવાને બદલે જીતેલી રકમ લઈને ગેમ ક્વિટ કરવાનો ર્નિણય કર્યો હતો.

ગેમ દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ્‌સ સાથે મજાક-મસ્તી કરીને માહોલ હળવો રાખવાની કોશિશ કરતાં હોય છે. ઘણીવાર પ્રશ્નનો જવાબ સાચો હોય ત્યારે કન્ટેસ્ટન્ટ્‌સને થોડું ટેન્શન અપાવ્યા પછી ઉત્તર સાચો છે તેમ કહીને ભારોભાર ખુશી આપે છે.

એમાં શું બિગ બીના ચહેરાના ભાવ પરથી કળી શકાય છે કે જવાબ સાચો છે કે ખોટો? આ સવાલનો ઉત્તર આપતાં કુણાલસિંહે કહ્યું, “અમિતાભ બચ્ચનને પોતાને પણ સાચો જવાબ ખબર નથી હોતી. બચ્ચન સાહેબના એક્સપ્રેશન પરથી કંઈ કળી નથી શકાતું. એક પ્રશ્નનો જવાબ સાચો હોવાની મને ખાતરી હતી તેમ છતાં તેમણે મને ડરાવી દીધો હતો. છેવટે તો મારો જવાબ સાચો જ નીકળ્યો હતો.”

કૌન બનેગા કરોડપતિની હોટસીટ સુધી પહોંચવા માટે તમારી પાસે સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ઈતિહાસ વગેરેની જાણકારી હોવી જરૂરી છે. કુણાલસિંહે કરેલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, રોજેરોજ છાપાનું વાંચન, યૂટ્યૂબ પર ઈતિહાસ, ભૂગોળ અને પૌરાણિક કથાઓ અંગેના વિડીયો જાેવાનો ફાયદો મળ્યો હતો. આ સિવાય તેઓ તૈયારી કરતા હતા ત્યારે તેમના મમ્મી પણ તેમને જુદા-જુદા વિષયના સવાલો પૂછીને મદદ કરતા હતા.

શો દરમિયાન અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ્‌સને કેટલાક વ્યક્તિગત સવાલ કરતા હોય છે અને કન્ટેસ્ટન્ટ્‌સના સવાલોના જવાબ પણ આપતા હોય છે. કુણાલસિંહ અને તેમના પિતા વચ્ચે પણ ખટપટ થતી રહે છે.

જેથી કુણાલે અમિતાભને પૂછ્યું હતું કે તેમનો દીકરા અભિષેક સાથેનો સંબંધ કેવો છે? આ વિશે જવાબ આપતાં સિનિયર બચ્ચને કહ્યું, “જ્યારે સંતાનને પિતાના પગરખા માપોમાપ આવી જાય છે ત્યારે તેઓ મિત્ર બની જાય છે. જ્યારે મારો પરિવાર બિગ બી સાથે ફોટો પડાવવા માટે આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, કુણાલસિંહ ખૂબ જવાબદાર વ્યક્તિ છે, તેમને લડતાં નહીં. અને હવે મને મારા પિતાના વર્તનમાં ફેરફાર દેખાય છે.” દેશની સામે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરીને આવેલા કુણાલસિંહ પર તેમના પત્ની, માતાપિતા, મિત્રો અને આસપાસના લોકોને ગર્વ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.