Western Times News

Gujarati News

મોનો ફાર્માકેરની IPOથી રૂ. 14.84 કરોડ રકમ એકત્રિત કરવાની યોજના

કંપની શેર દીઠ રૂ. 26-28ના પ્રાઇસ બેન્ડ પર રૂ. 10 ફેસ વેલ્યુના 53 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે; એનએસઈના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરશે

અમદાવાદ, ઓગસ્ટ 26, 2023: અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મોનો ફાર્માકેર લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 14.84 કરોડ સુધી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. બુક-બિલ્ડિંગ પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ભંડોળ માટે કરવામાં આવશે જેમાં કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ભંડોળનો સમાવેશ થાય છે. યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યૂ 30 ઓગસ્ટે બંધ થશે.

આઈપીઓમાં રૂ. 14.84 કરોડ સુધીની એકંદરે રૂ. 26-28 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ (ઇક્વિટી શેર દીઠ રૂ. 16-18ના પ્રીમિયમ સહિત) સાથે રૂ. 10ના દરેક એવા 53 લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂનો સમાવેશ થશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 4,000 શેર છે જેનુ મૂલ્ય અરજી દીઠ રૂ. 1.12 લાખ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ અને એનઆઈઆઈ ફાળવણી દરેક ઇશ્યૂના લઘુતમ 45% રાખવામાં આવે છે જ્યારે ક્યુઆઈબી ફાળવણી ઇશ્યૂના મહત્તમ 10% પર રાખવામાં આવે છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 2,76,000 ઇક્વિટી શેર છે.

1994માં સ્થાપિત, મોનો ફાર્માકેર લિમિટેડ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને વિતરણના વ્યવસાયમાં રોકાયેલ છે. કંપની એન્ટિબાયોટિક, ઉધરસ અને શરદી, એન્ટિ-એલર્જિક, એન્ટિફંગલ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, એનાલજેસિક અને એન્ટિપ્રાયરેટિક, એન્ટાસિડ અને એન્ટિમેટિક્સ, કાર્ડિયાક – ડાયાબિટીક દવાઓ અને કોસ્મોકેર પ્રોડક્ટ્સ માટે હેલ્થકેર પ્રોડક્ટ્સ અને દવાઓ ઓફર કરે છે. પ્રમોટર્સ પાનીલમ લખતરીયા અને સુપલ લખતરીયા કંપની પ્રી-આઈપીઓમાં 81.03% હિસ્સો ધરાવે છે.

કંપનીએ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને પસંદગીના ઉપચારાત્મક ક્ષેત્રોમાં વધારવા માટે વર્ષ 2022માં એકંદરે રૂ. 6.09 કરોડના મૂલ્યથી ડીએલએસ એક્સપોર્ટ હસ્તગત કરી હતી. કંપની તેની બ્રાન્ડ નેમ ડીએલએસ એક્સપોર્ટ હેઠળ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવા માટે કરાર ઉત્પાદકો સાથે પણ કામ કરે છે.

નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ કુલ રૂ. 37.10 કરોડની આવક અને રૂ. 35 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીએ રૂ. 58.48 કરોડની આવક નોંધાવી હતી. માર્ચ 2023 સુધીમાં, અનામત અને સરપ્લસ રૂ. 1.31 કરોડ રહી હતી. કંપનીની કુલ એસેટ્સ રૂ. 62.57 કરોડ છે. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.