કાલોલ તાલુકાના વ્યાસવાડા ગામમાં શૌચાલય સહાયમાં કૌભાંડનો આક્ષેપ
(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં ૩૦૦ થી વધુ વ્યક્તિગત શૌચાલયો મંજૂર કરવામાં આવ્યા હતા. પણ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી તથા સભ્યોની મીલીભગતથી ગામના શૌચાલયના લાભાર્થીઓના બેંક પાસબુક લઇને લાભાર્થીઓને
મળવા પાત્ર સહાયના રૂા.૧૨ હજારને બદલે રોકડા રૂા.૬ થી ૮ હજાર ચુકવી કૌભાંડ કર્યુ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગામના જાગૃત નાગરિક કિશોરસિંહ ઠાકોરે કાલોલ ટીડીઓ, ડીડીઓને કરેલ લેખિત રજુઆત બાદ વ્યાસડા ગામામાં જઇને તપાસ કરતાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો.
વ્યાસવાડા ગામમાં મોટા ભાગના લાભાર્થીઓએ જાતે શૈાચાલય બનાવીને વ્યક્તિગત સહાય રૂા.૧૨ હજાર લેવા પંચાયતમાં અરજી કરી હતી. તત્કાલીન તલાટી તથા સભ્યો દ્વારા લાભાર્થીઓ પાસેથી બેંક પાસબુક લઇને સહાય મળી જશે તેમ જણાવ્યું હતું. શૌચાલય સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવાને બદલે તત્કાલીન તલાટી સહિતનાઓએ મીલીભગત કરીને પંચાયતના ખાતમાં જમા કરાવી દીધા હતાં અને લાભાર્થીઓને રોકડમાં ચુકવણુ કર્યુ હતું.
જેમા સહાયના રૂા.૧૨ હજારને બદલે અલગ અલગ લાભાર્થીઓને રૂા. ૬ થી લઇને ૮ હજાર સહાય પેટે રોકડા રુપિયા ચુકવીને બાકીના રૂપિયાનું કૈાભાંડ આચર્યું છે. નાયબ ડીડીઓ એચ..ટી. મકવાણાએ કાલોલ ટીડીઓને ૬ દિવસમાં તપાસ કરીને રીપોર્ટ જિલ્લા પંચાયતને સોપવા હુકમ કર્યો છે.
જીએસટી લાગતાં સહાયમાંથી પૈસા કપાવ્યા વ્યાસડા ગામમાં લાભાર્થીઓને મળ્યા તો મોટા ભાગના લાભાર્થીઓએ જાતે શૈાચાલય બનાવીને યોજનાની મળતી રૂા.૧૨૦૦૦ સહાય માટે અરજી કરી હતી. પણ ગ્રા.પ.દ્વારા અમુક લાભાર્થીઓએ સહાયના રોકડા રૂા.૬૫૦૦ તો કોઇને રૂા.૮૦૦૦ની સહાય મળી હોવાનું જણાવ્યું છે.
૧૦૦થી લાભાર્થીઓને મળતી સહાય કરતાં ઓછા નાંણા આપીને લાખોનો ભ્રષ્ટાચાર કર્યો છે. લાભાર્થીઓએ આક્ષેપ કર્યો કે પંચાયતમાં ખોટો ઠરાવ કરીને રૂા.૧૨ હજારને બદલે રૂન.૮ હજાર રોકડા આપીને જીએસટીનું બહાનુ કાઢ્યું હતુ.
તપાસ ટીમો મોકલીશું વ્યાસડા ગામના શૌચાલયમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆત મળી છે. તાત્કાલીક ટીમ ગામે મોકલીને તપાસ કરાવીશું. વ્યક્તિગત શૌચાલયની સહાય ૧૨ હજાર મળે છે. જાે તપાસમાં ખોટી રીતે રોકડા નાણાં આપ્યા હોવાનું જણાઇ આવશે તો જવાબદારો સામે કાર્યાવહી કરવા જિલ્લા પંચાયતમાં રીપોર્ટ મોકલીશું. – સંજય ચૈાહાણ, ટીડીઓ, કાલોલ.
રૂા. ૧૨ હજારને બદલે ૮ હજાર આપ્યા અમે વ્યક્તિગત શૈાચાલયની સહાય માટે અરજી કરતાં ગામના તલાટીએ મને સહાયના ૮ હજાર રુપિયા રોકડા આપ્યા છે.સરકાર ૧૨ હજાર આપે છે તોય તલાટીએ ૮ હજાર આપતા ઓછા કેમ આપ્યા તેવુ પુછતાં જીએસટી લાગતાં પૈસા કપાઇ ગયા હોવાનું કીધું હતુ. – કોકિલાબેન, લાભાર્થી.