વેર હાઉસમાંથી ધાણાંની ચોરી કરવા અંગે પાંચ શખ્સો પકડાયા
વેરહાઉસનો પાછળનો દરવાજાે ખોલી રૂ.૯.૯૭ લાખની ધાણાંની ર૪૭ બોરી ચોરી કરી ગયા’ તા
ગોંડલ, ગોડલ તાલુકાના ગુંદાળા ગામે વેર હાઉસમાંથી સાતેક માસ પુર્વે રૂ.૯.૯૭ લાખની ધાણાની ર૪૭ બોરીની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસ પાંચ શખ્સની ધરપકડ કરી છે. ચોરીની તપાસ દરમ્યાન તાલુકા પીએસઆઈ જે.એમ ઝાલા દ્વારા અલગ અલગ ટીમો બનાવી
તેમજ ટેકનીકલ સોર્સના માધ્યમથી મળેલ માહિતીના આધારે વલભાઈ ઉર્ફે મોહીત જયંતીભાઈ વરસાણી રહે. ગોડલની પુછપરછ કરતા પોતે તથા કારખાનામાં કામ કરતા મજુરો સાથે મળી ઉપરોકત વેરહાઉસના ગોડાઉનમાં ચોરી કર્યાની અને ચોરી કરેલ ધાણા અલગ અલગ જગ્યાએ માર્કેટીગ યાર્ડમાં વહેચી નાખ્યાની કબૂલાત આપી હતી.
આ વિગતના આધારે પોલીસે માર્કેટયાર્ડ સામેના રાધાનગરમાં લવ ઉર્ફે મોહીતભાઈ જયંતીભાઈ વરસાણી ઉપરાંત રાજસ્થાનના વસીંદરીના હાલ લવના કારખાનાની ઓરડીમાં રહેતા ગૌતમ ભરાભાઈ દ્ડ રમેશ ભરામાઈ ગણેશ ઉર્ફે ટકો રાજારામ જાણી કાલાવડના ખેરડીના ડ્રાઈવર ફકીર ખેતાભાઈ ભડીયાને ઝડપી લીધા હતા
અને જયારે નાસી છૂટેલા નૈનારામ ફુસારામને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આઈસર અને બોલેરા પીકઅપવાન કબજે કર્યા હતાં.