૨૩ ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે ઉજવાશે: પ્રધાનમંત્રી મોદી
બેંગલુરુ, પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું કે, આજે ચાંદ પર છે ભારત! આ આપણું રાષ્ટ્રીય ગૌરવ છે. આપણે ત્યાં પહોંચ્યા જ્યાં કોઈ નથી પહોંચી શક્યું. આપણે એ કર્યું છે, જે પહેલા કોઈએ નથી કર્યું. આ આજનું ભારત છે, નિર્ભીક અને ઝુઝારુ. જે નવું વિચારે છે, નવી રીતે વિચારે છે. જે ડાર્ક ઝોનમાં જઈને પણ દુનિયામાં રોશનીના કિરણો ફેલાવી દે છે.
ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપ સૌની વચ્ચે આવીને આજે એક અલગ જ ખુશી અનુભવી રહ્યો છું. કદાચ એવી ખુશી ખૂબ જ દુર્લભ અવસરો પર થાય છે, જ્યારે આવી ઘટનાઓ ઘટે છે કે તેની આતુરતા રહે છે. આ વખતે મારી સાથે આવું થયું છે. ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મારી આંખોની સામે ૨૩ ઓગસ્ટનો એ દિવસ, તે એક એક સેકન્ડ વારંવાર ફરી રહી છે. જ્યારે Touch Down કન્ફર્મ થયું, તો જેવી રીતે અહીં ઈસરો સેન્ટરમાં, સમગ્ર દેશમાં લોકો ઝૂમી ઉઠ્યા, તે દ્રશ્ય કોણ ભૂલી શકે? પીએમ મોદીએ કહ્યું કે, આ ચાંદના રહસ્યો ખોલશે, સાથે જ ધરતીના પડકારોના સમાધાનમાં મદદ કરશે. હું આ સફળતા માટે મિશનની આખી ટીમને ધન્યવાદ આપું છું.
મારા પરિવારજનો આપ જાણો છો કે, સ્પેશ મિશનના ટચ ડાઉનને નામ આપવાની પરંપરા છે. ચંદ્રના જે ભાગ પર ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે તેનું નામકરણ કરવાનો ર્નિણય લીધો છે, જ્યાં લેન્ડર ઉતર્યું છે, તે પોઈન્ટને શિવશક્તિ નામથી ઓળખવામાં આવશે. વધુ એક નામકરણ ખૂબ જ પેન્ડીંગ છે. ચાર વર્ષ પહેલા જ્યારે ચંદ્રયાન-૨ ચંદ્રની નજીક પહોંચ્યું હતું, જ્યાં તેના પદચિન્હ પડ્યા હતા. ત્યારે એ નક્કી હતું કે, તેને નામ આપવામાં આવે. પણ આ પરિસ્થિતિઓને જાેતા આપણે નક્કી કર્યું હતું કે, જ્યારે ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પહોંચશે, ત્યારે આપણે બંને ચંદ્રયાન મિશનને નામ આપશે.
આજે જ્યારે હર ઘર તિરંગા છે. એટલા માટે ચંદ્રયાન-૨ને જે સ્થાન પર પદચિન્હ છોડશે, તે સ્થાન હવે તિરંગા પોઈન્ટ કહેવાશે. જ્યાં ચંદ્રયાન-૩નું મૂન લેન્ડર પહોંચ્યું છે. તે સ્થાન આજથી શિવશક્તિ કહેવાશે. ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહ્યું કે, ૨૩ ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો લહેરાવ્યો, તે દિવસને હવે National Space Day તરીકે મનાવામાં આવશે.
મંગલયાનની સફળતાએ ચંદ્રયાનની સફળતા, ગગનયાનની તૈયારીએ, દેશની યુવા પેઢીને એક નવો મિઝાઝ આપ્યો છે. આજે ટ્રેડથી લઈને ટેકનોલોજી સુધી, ભારતની ગણતરી પ્રથમ હરોળમાં એટલે કે, ફર્સ્ટ રોમાં ઊભેલા દેશ તરીકે થઈ રહી છે.
થર્ડ રો થી ફર્સ્ટ રો સુધીની આ યાત્રામાં આપણા ઈસરો જેવી સંસ્થાનો ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકો સાથે પીએમ મોદીએ કહ્યું કે, ભારતના શાસ્ત્રોમાં જે ખગોળીય સૂત્ર છે, તેને સાયંટિફિકલી પ્રુવ કરવા માટે, નવી રીતે તેના અધ્યયન માટે નવી પેઢી આગળ આવે. આ આપણી વિરાસત માટે જરુરી છે અને વિજ્ઞાન માટે જરુરી છે.SS1MS