Western Times News

Gujarati News

મૈરિંગો સિમ્સ હૉસ્પિટલમાં લીવર ICU અને લીવર ક્લિનિક શરુ કરવામાં આવ્યું

મૈરિંગો સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદે ભારતમાં ટેક્નોલોજીકલ શ્રેષ્ઠતાનો પ્રારંભ કરવાના તેમના પ્રયાસમાં સમર્પિત લીવર આઈસીયુ અને લીવર ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી

નવું લીવર ICU અને ક્લિનિક લીવરની બિમારીઓ વાળા તથા દરરોજ અલગ પ્રકારના પડકારોનો સામનો કરતા દર્દીઓની સારવાર માટે નોંધપાત્ર રીતે સજ્જ છે

અમદાવાદ, શનિવાર, 26 ઓગસ્ટ, 2023 – મૈરિંગો સિમ્સ હૉસ્પિટલે નવીન ICU રૂમ અને પોઝિટિવ પ્રેશર એન્વાર્યમેન્ટ સાથે અત્યાધુનિક લીવર ICU અને લીવર ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી છે. લીવર ICU એ અનુરૂપ તબીબી સુવિધાઓની અનિવાર્યતાનો પુરાવો છે. Marengo CIMS Hospital, Ahmedabad announces the launch of a dedicated Liver ICU and Liver Clinic

તે લીવર -સંબંધિત જટિલતાઓ દ્વારા ઊભા થતા અનન્ય પડકારોનો ઉકેલ રજૂ કરે છે, ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ પહેલાની અને ટ્રાન્સપ્લાન્ટ પછીની સંભાળ રાખવામાં નડતી જટિલતાઓને પણ પૂરી કરે છે. ખાસ સજ્જ ICU ગેસ્ટ્રોઈન્ટેન્સ્ટિનલ રક્તસ્રાવ ધરાવતા દર્દીઓની સારવાર માટે અને સમયસર એન્ડોસ્કોપિક અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી પ્રક્રિયાઓ પૂરી પાડવા માટે સ્થિત છે.

તે નિયમિત કાર્ડિયો-પલ્મોનરી મોનિટરિંગ સાથે સતત ન્યૂરોલોજીકલ મૂલ્યાંકન સાથે છેલ્લા તબક્કામાં લીવરના રોગો ધરાવતા દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે પણ સજ્જ છે. હોસ્પિટલ ઇમર્જન્સીમાં ક્લિનિકલ શ્રેષ્ઠતા પ્રદાન કરે છે જ્યાં દર્દીને તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.

આ કાર્યક્રમમાં મૈરિંગો એશિયા હૉસ્પિટલ્સના ડિરેક્ટર લીવર ટ્રાન્સપ્લાન્ટ, GIHPB સર્જરી ડો. પુનિત સિંગલા અને મૈરિંગો સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદના ડિરેક્ટર- ઈન્સ્ટિટ્યૂટ ઓફ HPB સર્જરી એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટ ડો. વિકાસ પટેલે હાજરી આપી હતી. ટીમના અન્ય સભ્યોમાં હેપેટોલોજિસ્ટ અને ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડો. ભાવેશ ઠક્કર, ડો. રાજીવકુમાર બંસલ અને ડો. નિલેશ ટોકે તથા ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટિસ્ટ્સ ડો. નિરેન ભાવસાર અને ડો. હર્ષિત બાવીશી સમાવિષ્ટ હતા.

તાજેતરના વર્ષોમાં નાની વયના જૂથોમાં ડાયાબિટીસ, ઓબેસીટી, મેટાબોલિક સિન્ડ્રોમ અને ડિસ્લિપિડેમિયાના વધતા વ્યાપમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કો-મોરબીડીટીથી થતી બીમારી લીવર સિરોસિસ છે જેમાં ચેપ અટકાવવા અને દર્દીની પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝીણવટભરી દેખરેખ અને બહુ-શિસ્ત ટીમ અભિગમની જરૂર છે. દર્દીની સ્થિતિની આ તમામ જરૂરિયાતો આ લીવર ICU અને ક્લિનિક પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.

મૈરિંગો એશિયા હૉસ્પિટલના ડિરેક્ટર લીવર ટ્રાન્સપ્લાન્ટ, GIHPB સર્જરી ડો. પુનિત સિંગલાએ  (Dr Punit Singla, Director Liver Transplant, GIHPB Surgery, Marengo Asia Hospitals, ) જણાવ્યું હતું કે, “એક અનોખા પ્રકારનું લીવર ICU અને લીવર ક્લિનિક શરૂ કરીને, અમે ભારતમાં તકનીકી શ્રેષ્ઠતાને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ.

છેલ્લા કેટલાક દાયકાઓમાં તબીબી વિજ્ઞાન ખૂબ જ આગળ વધ્યું હોવાથી, અદ્યતન અંગ-વિશિષ્ટ સંભાળ એ સમયની જરૂરિયાત બની છે. બંને પ્રકારના લીવર ફેલ્યોર એટલે કે ક્રોનિક અને એક્યુટ લીવર ફેલ્યોર માટે અત્યંત કુશળ ટીમ દ્વારા વિશેષ સંભાળની જરૂર હોય છે, જેમાં હેપેટોલોજિસ્ટ/ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, લીવર સર્જન, ઇન્ટેન્સિવિસ્ટ અને વિશિષ્ટ નર્સિંગ કેરનો સમાવેશ થાય છે.

સંક્રમણ એ ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછી લીવરના દર્દીઓમાં ગૂંચવણોના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે; આ વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બહારના વાતાવરણમાંથી ચેપ લાગવાની શક્યતાને લગભગ શૂન્ય સુધી ઘટાડે છે. ICU આવી જટિલતાઓને વહેલી તકે ઓળખવા અને આવી ગૂંચવણોના પ્રતિભાવ દરમાં ઘટાડો કરવા માટે અદ્યતન સાધનો અને ટેકનોલોજીથી સજ્જ છે.”

ઇન્સ્ટિટ્યૂટ ઑફ એચપીબી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉ વિકાસ પટેલે  (Dr Vikas Patel, Director- Institute of HPB Surgery and Liver Transplant ) જણાવ્યું હતું કે, “એક લીવર ICU ચોક્કસતા અને કુશળતાના આશ્રયસ્થાન તરીકે કાર્ય કરે છે, જે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જટિલતાઓને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

વ્યક્તિગત રિકવરી પ્લાન્સ, અદ્યતન મોનિટરિંગ અને સહયોગી કુશળતા સાથે, અમે એક્યુટ લીવર ફેઈલ્યોર કેર અને લીવર ટ્રાન્સપ્લાન્ટ પછીની સારવારને ફરીથી વ્યાખ્યાયિત કરીએ છીએ. લીવર ICU અદ્યતન સાધનો અને ટેક્નોલોજીથી સજ્જ છે જે ગૂંચવણોની વહેલી તપાસ કરવામાં મદદ કરે છે અને આ રીતે આવી ગૂંચવણોના પ્રતિભાવ દરને ઘટાડે છે.”

મૈરિંગો સિમ્સ હૉસ્પિટલના ચેરમેન ડૉ કેયુર પરીખે (Dr Keyur Parikh, Chairman, Marengo CIMS Hospital ) જણાવ્યું હતું કે, “મૈરિંગો સિમ્સ હૉસ્પિટલ હંમેશા દરેક સંભવિત રીતે જીવન બચાવવા માટે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. લીવરના રોગો માટે ઉન્નત સારવાર ઉકેલોની માંગને પહોંચી વળવા, મૈરિંગો સિમ્સ હૉસ્પિટલે એક વિશિષ્ટ લીવર ICU અને લીવર ક્લિનિક શરૂ કર્યું છે. અત્યાધુનિક લીવર ICUમાં અલગ રૂમ છે, જે પોઝિટિવ પ્રેશર એન્વાર્યમેન્ટ્સ સાથે દર્દીને સાજા થવાના આહ્લાદક વાતાવરણ સાથે સુસજ્જ છે.”

રિજનલ ડિરેક્ટર-વેસ્ટ શ્રી ગૌરવ રેખીએ (Mr Gaurav Rekhi, Regional Director, West says,) જણાવ્યું હતું કે “મૈરિંગો સિમ્સ હૉસ્પિટલે વિવિધ વિશેષતાઓમાં પહેલ સાથે હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી હોસ્પિટલ તરીકે ઉભરી આવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. લીવર ICU અને લીવર ક્લિનિકની રજૂઆત કરીને, અમે ભારતમાં તકનીકી શ્રેષ્ઠતાને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ.

લીવર, બહુપક્ષીય કાર્યો સાથે એક મહત્વપૂર્ણ અંગ હોવાને કારણે, એક સમર્પિત વાતાવરણની આવશ્યકતા છે જેમાં વિશિષ્ટ દેખરેખ, સાધનો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.

લીવર ICU તીવ્ર લીવરની નિષ્ફળતાવાળા દર્દીઓને સંભાળવા માટે સજ્જ છે, જેને નિયમિત કાર્ડિયોપલ્મોનરી મોનિટરિંગ ઉપરાંત સતત ન્યુરોલોજીકલ મૂલ્યાંકનની જરૂર છે.”

તબીબી વિજ્ઞાન છેલ્લા કેટલાક દાયકાઓમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે અને અદ્યતન અંગ-વિશિષ્ટ સંભાળ સમયની જરૂરિયાત બની રહી છે. ભારતમાં હિપેટાઇટિસ વધવા સાથે, અંતિમ તબક્કામાં લીવર ફેલ્યોર એ અપેક્ષિત પરિણામ છે જેના માટે તે અંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડશે. શરીરના અગત્યના અંગ  તરીકે, અનિચ્છનીય રોગોની રોકથામ માટે એક અંગ તરીકે લીવરના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું વધુને વધુ તાકીદનું બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.