પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ ૬ના મોત
(એજન્સી)જગન્નાથપુર, પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રવિવારે સવારે દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં જાેરદાર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે.
જૂઓ વિડીયો ⇓
#Breaking: A massive blast rocked Duttapukur in North 24 pgs district of #WestBengal following a fire reported inside an illegal fire crackers factory. Four people dead in the blast, death toll likely to increase. Several houses adjoining the illegal fire crackers factory have… pic.twitter.com/T6FNWMkua4
— Pooja Mehta (@pooja_news) August 27, 2023
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જગન્નાથપુર ગામની છે. આ વિસ્ફોટથી એટલો જબરદસ્ત હતો કે ફેક્ટરીની ઇમારત આખે આખી ધારાશાયી થઈ ગઈ છે. ચારે બાજુ કાટમાળ ફેલાય ગયો છે.
આખી ઇમારત પત્તાના ઢેરની જેમ તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી રહી છે. સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલી રહી છે. બ્લાસ્ટને કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા.
પોલીસનું કહેવું છે કે મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે. ફટાકડાની ફેક્ટરી અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ફટાકડાની ફેક્ટરીનું લાઇસન્સ હતું કે નહીં? આની ખાતરી કરવામાં આવી રહી છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હતા તે જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે કોલકાતાથી લગભગ ૩૦ કિમી ઉત્તરે આવેલા દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નીલગંજના મોશપોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના જગન્નાથપુર ઉત્તર ૨૪ પરગણા વિસ્તારમાં દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ૬ લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા ૬ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ દતપુકુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે ૧૦૦ થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે.