Western Times News

Gujarati News

રાષ્ટ્રિય રમત-ગમત દિન પર કલાકારો તેમના વિચારો વર્ણવે છે

રાષ્ટ્રિય સ્પોર્ટ્સ ડેની ઉજવણી દર વર્ષે 29મી ઓગસ્ટના રોજ કરવામાં આવે છે, જે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મતિથી છે. તે હોકીના એક એવા ખેલાડીઓમાંના એક હતા, જેમને ભારત માટે વર્ષ 1928, 1932 અને 1936માં ઓલ્મપિક માટે સુવર્ણ ચંદ્રક જિત્યા હતા, એવા યુગ દરમિયાન જ્યારે ભારત હોકીમાં પ્રભુત્વ ધરાવતું હતું.

રમત-ગમત દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે આ દિવસ દ્વારા કોઈપણ વ્યક્તિ અને સમુદાયના જીવનમાં રમત, શિસ્ત અને સ્વાસ્થ્યના મહત્વને સમજાવી શકાય. રાષ્ટ્રિય રમત-ગમત દિવસ નિમિતે ઝી ટીવીના કલાકારો જેવા કે, મીતનો સૈયદ રઝા અહેમદ, ભાગ્ય લક્ષ્મીનો અમન ગાંધી, પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિનો અર્જુન બિજલાની અને મૈત્રીની ભાવિકા ચૌધરી તેમના જીવનમાં રમત-ગમતના મહત્વ વિશે તેમના વિચારો વર્ણવે છે.

ઝી ટીવીના મીતમાં શ્લોકનું પાત્ર કરતો સૈયદ રઝા અહમેદ કહે છે, “એક કલાકાર તરીકે, હું હંમેશા રમતો દ્વારા કહેવાતી અવિશ્વનિય વાર્તાઓથી આકર્ષિત રહ્યો છું. જુસ્સો, સંઘર્ષ અને વિજયએ આ માનવિય અનુભવનો હિસ્સો છે અને તે રમતને ખૂબ જ આકર્ષક બનાવે છે. રાષ્ટ્રિય રમત-ગમત દિવસ પર, હું મેદાન પર માત્ર રમતવીર જ નહીં, પરંતુ સમગ્ર રમત-ગમતની દુનિયા અને તેઓ જેનું પ્રતિનિધીત્વ કરે છે, તેની ઉજવણી કરું છું. આ એક રિમાઇન્ડર છે, સમર્પણ, ટીમ વર્ક અને દ્રઢતા સાથે, આપણે માત્ર રમત-ગમતમાં જ નહીં, પરંતુ જીવનના દરેક પાસામાં મહાનતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો, ચાલો ત્યાંથી બહાર નિકળીએ અને રમત-ગમતની ભાવના આપણને જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવાની પ્રેરણા આપે છે.”

અમન ગાંધી, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં આયુષનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “રાષ્ટ્રિય રમત-ગમત દિનએ આપણને પ્રવૃતિશીલ રહેવાનું મહત્વ સમજાવે છે. હું માનું છું કે, રમતગમતમાં લોકોને એકજૂટ કરવાની, સીમાઓ અને તફાવતોને પાર કરવાની અનોખી રીત છે, તેથી આપણે રમત-ગમત દ્વારા એક્તાની ભાવનાને અપનાવવી જોઈએ. આજે, જેને આપણા દેશના ગર્વને અપાવ્યો છે, તેવા મહાન રમતવીરોને શ્રદ્ધાંજલી આપીએ છીએ.

બધા મેચ અને સ્પોર્ટ્સની ઇવેન્ટએ આપણા દેશ માટે એક ગર્વની વાત છે, તેથી આપણે હંમેશા ભારતને રજૂ કરતી ટીમ અને રમતવીરોને ઉત્સાહિત કરવા જોઈએ. એક કલાકાર તરીકે, આપણી પાસે એક એવું પ્લેટફોર્મ છે અને આવનારી પેઢીને તેમના રમત-ગમતના સપનાને આગળ ધપાવવા માટે પ્રેરિત કરવા માટે આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. બધાને રાષ્ટ્રિય રમતગમત  દિવસની હાર્દિક શુભકામના.”

અર્જુન બિજલાની, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિમાં શિવનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “આ રાષ્ટ્રિય રમતગમત દિવસ પર, ચાલો આપણે ફક્ત સ્પર્ધાની મજા કરીએ એટલું જ નહીં, પણ જે આપણા એથ્લેટ્સને ઉત્કૃષ્ટ બનાવવાનો મજબૂત નિશ્ચય તરફ દોરી જાય છે. હું પણ કેટલીક રસપ્રદ સ્પોર્ટ્સની વાર્તાથી પ્રેરિત થયો છું, ચાલો આપણે પણ સાથે મળીને સખત મહેનત કરવાની અને ક્યારેય હાર ન માનવાની તાકાતને સમજીએ, જે રમતગમત અને જીવન બંને માટે મહત્વનું છે. રમતગમત આપણને વધુ નજીક લાવે છે, મતભેદોથી આગળ વધીને, આપણને એક ટીમ તરીકે કામ કરીને ક્યારેય હાર ન માનવાની યાદ અપાવે છે, ગમે તેવા પડકારની સામે પણ સફળ થઈ શકીએ છીએ.

એક કલાકાર તરીકે, આપણી પાસે લોકોના સપના તથા રસને પ્રોત્સાહિત કરવાનો એક ખાસ મોકો છે અને આ દિવસે, ચાલો યુવાનોને રમતગમતનો આનંદ માણવા પ્રેરિત કરવાથી લઇને રમતગમતને માણીએ, કેમકે રમતગમતની દુનિયા એકમાત્ર એવી દુનિયા છે, જ્યાંથી તેઓ શ્રેષ્ઠ બનવાનો માર્ગ પસંદ કરી શકે છે. દરેકને રાષ્ટ્રિય રમતગમત દિનની હાર્દિક શુભકામના, રમતગમતનો આ જુસ્સો જીવનના દરેક હિસ્સાને વધુ ચમકાવવામાં આપણને મદદ કરે છે.”

ભાવિકા ચૌધરી, જે ઝી ટીવીના મૈત્રીમાં નંદિનીનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “રાષ્ટ્રિય રમતગમત દિવસ પર, હું એવા રમતવીરોની ઉજવણી માટે થોડો સમય કાઢવા ઇચ્છું છું, જે મેદાન પર તેમની શક્તિ, નિશ્ચય અને ચપળતાથી આપણા માટે આનંદદાયક ક્ષણો લાવે છે. હું પણ હાલમાં મિક્સ માર્શલ આર્ટ્સ શિખી રહી છું.

મને યાદ છે, જ્યારે હું સ્કુલમાં હતી, અમે આ દિવસની ઉજવણી કરતા અને વિવિધ રમતો જેવી કે, રેસિંગ, શોટપુટમાં ભાગ લેતા અને મેડલ તથા પ્રમાણપત્રો પણ જીતતા. આજે પણ મને જ્યારે મૈત્રીના સેટ પર સમય મળે તો શ્રેણુ, હર્ષ અને હું કેટલીક રમતો રમવા લાગીએ છીએ અને મોટાભાગે તે ક્રિકેટ જ હોય છે, કેમકે હર્ષ રાષ્ટ્રિય સ્તરે ક્રિકેટ રમ્યો છે, તો તે હંમેશા ધ્યાન રાખે છે કે, અમે તે સારી રીતે રમીએ. અંતે હું બધાને રાષ્ટ્રિય રમતગમત દિવસની શુભેચ્છા પાઠવું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.