રજનીકાંતે ક્યારેય નથી કર્યુ કોઇપણ બ્રાન્ડનું પ્રમોશન
મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંત પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વર્ષ ૧૯૭૫માં તમિલ ફિલ્મ છॅર્ર્દિૃટ્ઠ ઇટ્ઠટ્ઠખ્તટ્ઠહખ્તટ્ઠઙ્મ થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જાેયુ. તેઓ ફેમસ તો થયાં જ સાથે જ તેમણે તગડી કમાણી પણ કરી છે. તેમની પાસે આલિશાન બંગલા, મોંઘી ગાડીઓનું કલેક્શન અને દરેક પ્રકારની સુખ સુવિધા બધું જ છે.
જાે કે તે વાત તમને જાણીને નવાઇ લાગશે કે રજનીકાંત ખૂબ જ સિંપલ લાઇફ જીવે છે. તે જ્યારે પણ પોતાના ઘરેથી બહાર નીકળે છે ત્યારે તે પોતાના રિયલ લુકમાં જ જાેવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતની નેટવર્થ ૪૩૦ કરોડ રૂપિયા છે. તે સાઉથ સિનેમાના કદાચ એકમાત્ર એવા એક્ટર છે, જેમણે કોઇપણ બ્રાન્ડ કે કોઇપણ પ્રોડક્ટનું પ્રમોશન નથી કર્યુ. તેમણે પોતાના આટલા વર્ષના કરિયરમાં એક પણ બ્રાન્ડને પ્રમોટ નથી કરી.
રજનીકાંત ક્યારેક એક ફિલ્મ માટે ૩૦ હજાર રૂપિયા ફીસ લેતા હતાં અને આજના સમયમાં તે ૧૦૦ કરોડથી વધુ ફીસ ચાર્જ કરે છે. જાણકારી અનુસાર, રજનીકાંતે ‘જેલર’ ફિલ્મમાં કામ કરવા માટે ૧૧૦ કરોડ ફીસ લીધી છે. ચેન્નઇના Poes ગાર્ડનમાં રજનીકાંતનું આલિશાન ઘર છે, જેમાં દરેક પ્રકારની સુવિધા છે.
આ ઘરની કિંમત આશરે ૩૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. રજનીકાંત એક વેડિંગ હોલના પણ માલિક છે. તેના ડાયનિંગ એરિયામાં ૨૭૫ લોકો આરામથી આવી શકે છે અને તેમાં આશરે ૧૦૦૦ મહેમાનો માટે રૂમ છે. આ પ્રોપર્ટીની કિંમત આશરે ૧૦થી ૨૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
રજનીકાંત લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે બે રોલ્સ રોયસ છે. પહેલી Rolls Royce Ghost ૬ કરોડ રૂપિયાની છે. બીજી Rolls Royce Phantom છે જેની કિંમત ૧૬.૫ કરોડ છે. આ ઉપરાંત રજનીકાંત પાસે ૨ કરોડની Mercedes-Benz G Wagon અને ૩.૧૦ કરોડની Lamborghini Urus પણ છે. રજનીકાંત પાસે અન્ય પણ ઘણી કારનું શાનદાર કલેક્શન છે.SS1MS