સની દેઓલ પાંચ સોર્સથી કરે છે મોટી કમાણી
મુંબઈ, ૬૬ વર્ષની ઉંમરે સની દેઓલે તેની ફિલ્મ ‘ગદર ૨’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. માત્ર અને માત્ર તેની ફિલ્મની જ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને આ દરમિયાન તેમણે માત્ર ખ્યાતિ જ નહીં પરંતુ ઘણી સંપત્તિ પણ કમાઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ ૧૩૦ કરોડ રૂપિયા છે. સની દેઓલ પ્રોડક્શન હાઉસથી લઈને પ્રિવ્યુ થિયેટરો સુધીની દરેક વસ્તુનો માલિક છે. આજે અમે તમને સની દેઓલની કમાણીના પાંચ મજબૂત સ્ત્રોતો વિશે જણાવીએ છીએ. સની દેઓલનું વિજેતા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેનો પાયો વર્ષ ૧૯૮૩માં ધર્મેન્દ્રએ નાખ્યો હતો.
સની દેઓલે આ બેનર હેઠળ ઘણી ફિલ્મો બનાવી છે, જેમાં ‘દિલગી’, ‘પલ પલ દિલ કે પાસ’, ‘બેતાબ’, ‘અપને’, ‘ઘાયલ’, ‘બરસાત’ અને બીજી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. પ્રોડક્શન હાઉસ વિજેતા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત, સની દેઓલ પાસે ડબિંગ અને રેકોર્ડ સ્ટુડિયો ‘સની સુપર સાઉન્ડ’ છે. તેની ઓફિસ મુંબઈના જુહુમાં છે. સની દેઓલ ફિલ્મ પ્રિવ્યુ થિયેટરના માલિક પણ છે અને તે ફિલ્મ પ્રોડક્શનને લગતી અન્ય ઘણી સુવિધાઓ પૂરી પાડે છે.
એક્ટિંગ સિવાય સની દેઓલે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના પગ જમાવી લીધા છે. તેમને બિઝનેસમાં પણ ઘણો રસ છે. તેમની પાસે બે રેસ્ટોરાં છે, જે ખૂબ જ લોકપ્રિય છે. એક ‘હી-મેન’ નામનો કરનાલ હાઇવે પર છે. બીજી ગરમ ધરમ ધાબા હરિયાણામાં છે.
સની દેઓલનો નાનો ભાઈ બોબી દેઓલ પણ મુંબઈના અંધેરીમાં સમપ્લેસ એલ્સ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે. ફિલ્મોમાં કામ કરવા સિવાય સની દેઓલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તે કોઈપણ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ૨ થી ૩ કરોડ રૂપિયાની ફી લે છે. તે ઘણી બ્રાન્ડ્સનો ચહેરો છે.
તે ઘણીવાર ટીવી પર જાહેરાતોમાં જાેઈ શકાય છે. સની દેઓલની કમાણીનો મુખ્ય સ્ત્રોત એક્ટિંગ છે અને તે સામાન્ય રીતે એક ફિલ્મમાં કામ કરવા માટે ૫ કરોડથી ૬ કરોડ રૂપિયાની ફી લે છે. ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ સની દેઓલે ‘ગદર ૨’ માટે ૨૦ કરોડ રૂપિયાની ફી લીધી છે.SS1MS