ભારતની લુપ્ત થઇ રહેલી કળાની વિરાસતને ઉજાગર કરવાનું કાર્ય એટલે ‘હુનર હાટ’ – નકવી
અમદાવાદ, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ (ડિસેમ્બર, 08, 2019) અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘હુનર હાટ’નું ઉદઘાટન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની આ સ્વદેશી કારીગરો, શિલ્પકલાની લુપ્ત થઇ રહેલી શાનદાર વિરાસતને જાનદાર બનાવવાનું સશક્ત અભિયાન છે.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 15 ડિસેમ્બર. 2019 સુધી ચાલનારા ‘હુનર હાટ’નું ઉદઘાટન કરતા શ્રી નકવીએ જણાવ્યું હતું કે જ્યાં એક તરફ ‘હુનર હાટ’ દ્વારા હુનરના ઉસ્તાદ, કારીગરો, શિલ્પકારોને તેમના કૌશલ્યની નવી ઓળખ મળી રહી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત હજારો કારીગરો, શિલ્પકારો અને તેને સંલગ્ન લોકોને રોજગારીના અવસરો પ્રાપ્ત થયા છે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે દેશના વિભિન્ન રાજ્યોના મુખ્ય શહેરોમાં આ પ્રકારના ‘હુનર હાટ’નું આયોજન થવાને કારણે અહીં કારીગરો, શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલી હસ્તનિર્મિત દુર્લભ કલાકૃતિઓનું જબરદસ્ત વેચાણ થઇ રહ્યું છે અને આ કારીગરોને દેશ-વિદેશના ઓર્ડર મળી રહ્યાં છે, જેથી આ ‘હુનર હાટ’ એક પ્રકારે ‘એમ્પાવરમેન્ટ એક્સચેન્જ’ સાબિત થયું છે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર 2.0ના પ્રથમ 100 દિવસમાંજ લઘુમતી બાબતોના મંત્રાલયે દેશના વિભિન્ન ભાગોમાં 100 હુનર હબ સ્વીકૃત કર્યા છે. આ હુનર હબમાં કારીગરો, શિલ્પકારો, પરંપરાગલ પાક નિષ્ણાંતોને અત્યારની જરૂરીયાત પ્રમાણેની તાલીમ આપવામાં આવશે. તેમની કુશળતાને વધુ નિખારવામાં આવશે અને આવતા પાંચ વર્ષોમાં મોદી સરકાર ‘હુનર હાટ’ના માધ્યમથી હુનરના ઉસ્તાદ કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાંતોને રોજગારના અવસરો પ્રાપ્ત કરાવશે.
શ્રી નકવીએ કહ્યું હતું કે હવે પછીના ‘હુનર હાટ’નું આયોજન 20 થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાન મુંબઇમાં, 10 થી 20 જાન્યુઆરી, 2020 દરમિયાન લખનઉમાં, 11 થી 19 જાન્યુઆરી, 2020 દરમિયાન હૈદરાબાદમાં, 20 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી, 2020 દરમિયાન ચંદીગઢમાં અને 08 થી 16 ફેબ્રુઆરી, 2020 દરમિયાન ઇન્દૌરમાં કરવામાં આવશે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આયોજિત કરવામાં આવેલા ‘હુનર હાટ’માં મોટી સંખ્યામાં મહિલા કારીગરો સહિત દેશના લગભગ દરેક રાજ્યના કારીગરો, શિલ્પકારો, પાક નિષ્ણાંતો ભાગ લઇ રહ્યાં છે. કારીગરો દ્વારા હસ્તશિલ્પ અને હેન્ડલુમના ઘણા ઉત્પાદનો આસામ, આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મણિપુર, તેલંગાણા અને તમિલનાડુ વગેરે રાજ્યોથી લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લુપ્ત થઇ રહેલી ઉત્તરપ્રદેશની ‘ટીખુ’ કળાનો અમદાવાદના ‘હુનર હાટ’માં પહેલી વાર પ્રવેશ થઇ રહ્યો છે. કેરળથી નારિયળની કાચલીમાંથ બનાવેલા ઉત્પાદનોને પણ પહેલી વાર પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. રોઝવુડમાંથી તૈયાર કરેલી કર્ણાટકની કળાકૃતિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
દેશના વિભિન્ન રાજ્યોના પરંપરાગત અને સ્વાદિષ્ટ વ્યંજનોનું પણ અહીં આવનારા લોકો લાભ લઇ શકશે. તદુપરાંત દેશના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા દરરોજ પારમ્પરિક નૃત્ય, સંગીત, લોકગીત, કવ્વાલી તથા અન્ય સાંસકૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. સાબરી બ્રધર્સ, તરન્નુમ મલિક, રેખા રાજ, રાહુલ જોશી, અશ્વની કુમાર, મિક્કી સિંહ નરુલા, મુકેશ પંચોલી, તૃપ્તિ મેહુલ શાહ જેવા પ્રસિદ્ધ કાલાકો, હાસ્ય કાલાકારો, ગાયકો વગેરે પોતાના કાર્યક્રમો પ્રસ્તુત કરશે.
આવનારા દિવસોમાં ‘હુનર હાટ’નું આયોજન ગુરુગ્રામ, બેંગાલુરુ, ચેન્નાઇ, કોલકાતા, દેહરાદૂન, પટના, ભોપાલ, નાગપુર, રાયપુર, પુડુચેરી, અમૃતસર, જમ્મૂ, શિમલા, ગોવા કોચ્ચિ, ગુવાહાટી, રાંચી, ભુવનેશ્વર, અજમેર વગેરેમાં કરવામાં આવશે.