એમેઝોન નેટવર્ક પાસે હવે ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 6,000થી વધુ ઇલેક્ટ્રિક વાહનો
· કંપનીએ ભારતમાં 400થી વધુ શહેરોમાં તેની કામગીરીમાં ઇલેક્ટ્રિક વાહન (ઇવી) અપનાવવા માટે ઉત્પાદકો, ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર્સ, ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ અને ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે સહયોગ કર્યો છે.
· 6,000થી વધુ ઇવી તૈનાત થવા સાથે, એમેઝોન નેટવર્ક વર્ષ 2025 સુધીમાં તેના ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 10,000 ઇવી હાંસલ કરવાના માર્ગ પર છે.
બેંગલુરુ, એમેઝોને જાહેરાત કરી છે કે તેની ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 6,000થી વધુ ઇવી છે, જે 400થી વધુ શહેરોમાં ડિલિવરી કરે છે. કંપની 2025 સુધીમાં ભારતમાં 10,000 ઈવી લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. ડિલિવરી સર્વિસ પાર્ટનર્સ સાથે કામ કરીને, એમેઝોન તેની ફ્લીટ અને કામગીરીમાં પરિવર્તન કરીને, નવા ઇલેક્ટ્રિફિકેશન સોલ્યુશન્સ શોધીને અને વૈકલ્પિક ડિલિવરી મેથડ્સ શોધીને તેના ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને ડીકાર્બનાઇઝ કરવાનું ચાલુ રાખે છે.
પોતાના નેટવર્કને સ્કેલ અને ઝડપે પરિવર્તિત કરવા માટે, એમેઝોને નવીન મોબિલિટી સોલ્યુશન્સ બનાવવા માટે નાના અને મધ્યમ વ્યવસાયો તથા સ્ટાર્ટ-અપ્સ સહિત ભારતમાં લોકલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. કંપનીએ પ્રથમ 177 ક્યુબિક ફીટ, 100-કિલોમીટર રેન્જ, થ્રી-વ્હીલર ઇવી કસ્ટમ-બિલ્ડ કરવા માટે અલ્ટીગ્રીન સાથે કામ કર્યું હતું, જે તેના નેટવર્કમાં સમાન કન્ટેનર ક્ષમતા અને રેન્જ સાથે ચાલતી ડીઝલ વાનને બદલવામાં સક્ષમ છે.
એમેઝોન માટે, તાતા મોટર્સે 210 ક્યુબિક ફીટ, 120-કિલોમીટરથી વધુ રેન્જની તાતા એસ ફોર-વ્હીલર ઇવી તૈયાર કરી છે જે એમેઝોનના ડિલિવરી નેટવર્કમાં પરંપરાગત ડીઝલ વાન્સની સરખામણીમાં માલિકીની કુલ કિંમતમાં નોંધપાત્ર રીતે ઓછી કિંમતે કામ કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, એમેઝોને ઈલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ સ્ટેશનો અને આઈશર ટ્રક્સ અને બસો, અલ્ટીગ્રીન, મહિન્દ્રા ઈલેક્ટ્રિક, તાતા મોટર્સ, ટીવીએસ, મેજેન્ટા મોબિલિટી, સન મોબિલિટી અને વધુ સહિત ઉદ્યોગની મુખ્ય કંપનીઓ સાથે સેવાઓને ફાઇનાન્સિંગમાં મદદ કરી છે.
કંપની સ્કેલેબલ કાર્બન રિડક્શન ટેક્નોલોજીના પાઇલોટિંગ દ્વારા તેના મધ્યમ-માઇલ અને લાસ્ટ-માઇલની કામગીરીમાં ટ્રકિંગને ડીકાર્બનાઇઝ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે, તેમજ ઇલેક્ટ્રિક ટ્રક્સ પર સ્વિચ કરવા માંગતા ટ્રાન્સપોર્ટર્સ માટે બંડલ સોલ્યુશન્સ બનાવવામાં મદદ કરવા માટે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે જોડાણ કરી રહી છે.
“આ સ્કેલ અને ગતિએ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને પરિવર્તિત કરવા માટે નવીન વ્યૂહરચનાઓ જરૂરી છે, અને અમે 2025 સુધીમાં 10,000 ઈવીને કામે લગાવવા તરફ જે પ્રગતિ કરી છે તેના પર અમને ગર્વ છે. અમે અમારા વિશાળ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને ડીકાર્બનાઇઝ કરવા માટે પ્રતિબદ્ધ છીએ,”
એમ એમેઝોન ઇન્ડિયા ખાતે કસ્ટમર ફુલફિલમેન્ટ, એમેઝોન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, ગ્લોબલ સ્પેશિયાલિટી ફુલફિલમેન્ટ અને સપ્લાય ચેઇનના વીપી અભિનવ સિંઘે જણાવ્યું હતું. “અમે ભારતમાં લગભગ દરેક ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક સાથે કામ કરી રહ્યા છીએ જે એમેઝોન અને તેના ડિલિવરી સર્વિસ પાર્ટનર્સની માંગને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે.”
એમેઝોન સપ્ટેમ્બર 2021માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ “શૂન્ય-ઝીરો-પોલ્યુશન મોબિલિટી” કેમ્પેઈનની ભાગીદાર પણ છે. આ કેમ્પેઈનનો હેતુ અર્બન ડિલિવરી અને રાઇડ-હેઇલિંગ સર્વિસીઝ માટે ઝીરો-એમિશન વાહનોમાં સંક્રમણને વેગ આપવાનો છે.
નીતિ આયોગના સલાહકાર શ્રી સુધેન્દુ જ્યોતિ સિન્હાએ જણાવ્યું હતું કે, “અમે એમેઝોનને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન આપીએ છીએ, કારણ કે તે ઝીરો ટેલપાઈપ એમિશન ડિલિવરી શક્ય બનાવવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. શૂન્ય કેમ્પેઈનનો મુખ્ય ઉદ્દેશ્ય રાઇડ-હેલિંગ અને ડિલિવરી હેતુઓ માટે ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા પ્રોત્સાહિત કરીને ભારતમાં હવાની ગુણવત્તા સુધારવાનો છે. તેમના ડિલિવરી સર્વિસ પાર્ટનર્સ સાથે સહયોગ કરીને, એમેઝોન ઇ-મોબિલિટીના ક્ષેત્રમાં ટકાઉ પ્રેક્ટિસ ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.”
ટકાઉપણા માટે એમેઝોનની પ્રતિબદ્ધતા ઈવી લાગુ કરવાથી આગળ વધે છે. કંપની લો-કાર્બન ઇંધણ, ઊર્જા-કાર્યક્ષમ નવીનતાઓને અપનાવવા અને વીજળી ઉત્પાદનમાંથી ઉત્સર્જન ઘટાડવા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા જેવી ટેકનોલોજીનો લાભ લેવા પ્રતિબદ્ધ છે.
2019માં, એમેઝોને ધ ક્લાઈમેટ પ્લેજની સહ-સ્થાપના કરી, પેરિસ કરારના 10 વર્ષ પહેલાં 2040 સુધીમાં નેટ-ઝીરો કાર્બન સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. નવ ભારતીય કંપનીઓ – બ્લ્યૂપાઈન એનર્જી, સીએસએમ ટેક્નોલોજીસ ઈન્ડિયા, GODI, ગ્રીનકો, એચસીએલ, મહિન્દ્રા લોજિસ્ટિક્સ, ટેક મહિન્દ્રા અને યુપીએલ – વિશ્વભરના 38 દેશો અને 55 ઉદ્યોગોમાંથી 400થી વધુ સિગ્નેટરીઝ સાથે જોડાઈ છે.
2022માં, એમેઝોને ભારતમાં છ યુટિલિટી-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા, અને કંપની 2025 સુધીમાં 100% રિન્યુએબલ એનર્જી સાથે વૈશ્વિક સ્તરે તેની કામગીરીને આગળ ધપાવવાના માર્ગ પર છે જે 2030ની પ્રારંભિક પ્રતિબદ્ધતાના પાંચ વર્ષ આગળ છે. આમાં મધ્યપ્રદેશ તથા કર્ણાટકમાં આવેલા ત્રણ વિન્ડ-સોલર હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ તેમજ રાજસ્થાનમાં ત્રણ સોલર ફાર્મનો સમાવેશ થાય છે જે 920MWની કુલ રિન્યૂએબલ ઊર્જા ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે.