Western Times News

Gujarati News

ગુજરાતમાં ઠંડીનો જારદાર ધ્રુજારો રહ્યો : નલિયામાં પારો ઘટયો

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં હવે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જારદાર કડાકો બોલી ગયો હતો. લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન જારદાર ગગડીને ૮.૨ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. ઠંડીના તીવ્ર ચમકારાના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

સૌથી વધારે નલિયામાં અનુભવતા જનજીવન ઉપર પણ માઠી અસર થઇ હતી. બીજી બાજુ અમદાવાદમાં પણ પારો જારદારરીતે ગગડ્યો હતો અને પારો ઘટીને ૧૪.૩ સુધી પહોંચ્યો હતો. ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૨.૫, કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન ૧૨.૬, સુરેન્દ્રનગરમાં ૧૫ અને વલસાડમાં ૧૭.૬ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જેથી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા.


સૌથી વધુ પારો નલિયામાં ગગડ્યો હતો. આજે અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ  રહેશે. તીવ્ર ઠંડીના ચમકારા વચ્ચે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે.

હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે.

હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે

ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે પારો ૧૬.૮ ડિગ્રી રહ્યો હતો જ્યારે સુરતમાં ૧૭.૨ સુધી પારો રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.