નોકરીમાંથી કાઢી મુકાતા પૂર્વ કર્મચારીએ સંસ્થામાંથી ચોરી કરી

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાંગોદર ખાતે એક ઇસમને નોકરી માઠી કાઢી મુક્તા તે જ સંસ્થામાં ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના બની છે. ચોરી કરેલો મુદ્દામાલ નરોડાની એક ઓફિસમાં સંતાડી રાખ્યો હતો. ચોરીનું લેપટોપ વહેંચવા જતાં પોલીસે પકડી પાડયા.
અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથક વિસ્તારમાં પોલીસને માહિતી મળી કે બે લોકો ચોરી કરેલું લેપટોપ વેચવા જઈ રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે નવાપુરા બ્રિજ પાસેથી એજાજ મલેક અને મુસ્તકીમ બેલીમ નામના વ્યક્તિને પકડી પાડયા હતાં જેની પાસેથી કોઈ પણ બિલ વગરનું લેપટોપ મળી આવ્યું હતું.
પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું કે મુસ્તકિમ બેલીમ અગાઉ જે.કે પાઇલ કન્ટ્રકસન કંપનીની ઓફિસમા નોકરી કરતો હતો. જ્યાં કામ-કાજ ને લઈ કંપનીમાં તકરાર થતા તેને નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જે વાતનુ મનદુખ રાખી આશરે એકાદ મહીના પહેલા કંસ્ટ્રક્શન ઓફીસ માંથી રાત્રીના
સમયે બે લેપટોપ, એક એલ.ઈ.ડી ટી.વી તથા એક કોમ્પ્યુટર ની ચોરી કરી હતી.ચોરી કરેલો માલ મિત્ર એઝાઝ ભીખુમીયા મલેકની સલાહ તથા મદદ થી નરોડા દહેગામ રોડ ખાતે દિનેશભાઈ પટેલની ઓફીસમાં ચોરી કરેલ મુદ્દામાલ સંતાડયો હતો. પોલીસે બન્નેને સાથે રાખી નરોડા દહેગામ રોડ ઉપર આવેલી દિનેશભાઈ પટેલની ઓફીસમાં તપાસ કરતા ત્યાંથી બે લેપટોપ,
એક કોમ્પ્યુટર અને બે મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ વિશે પૂછપરછ કરતાં એક પણ વસ્તુનું બિલ હતું નહિ અને બાદમાં આરોપીઓએ પોતે ચોરી કરેલી વસ્તુ હોવાનું કબૂલાત કરી હતી. ચાંગોદર પોલીસે હવે ૧.૯૩ લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે લઇને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.