ભાજપના કોર્પોરેટરો જ વિરોધ કરી રહ્યા છે બાપુનગરમાં રોડ સાઈડ પે એન્ડ પાર્ક
(એજન્સી)અમદાવાદ, શહેરનાં અનેક વિસ્તારોમાં વાહનોનાં પાર્કીગની ગંભીર સમસ્યા સર્જાય છે. તેનો યોગ્ય ઉકેલ લાવવાને બદલેલ રોડ સાઈડ પે એન્ડ પાર્કની જાેગવાઈ કરી મ્યુનિ.તંત્ર છટકી જઈ રહયુું છે. ત્યારે બાપુનગરમાં રોડ ઉપર પે એન્ડ પાર્ક બનાવવા સામે ભાજપના કોર્પોરેટરોએ જ વિરોધ નોધાવતા ચકચાર મચી જવા પામી છે.
બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદીર ઉપર બંને તરફ કોર્મશીયલ માર્કેટ ધમધમે છે. આ રોડ ઉપર ટ્રાફીકની કાયમી સમસ્યા રહેતી હોવાથી મ્યુનિ.એસ્ટેટ ખાતા દ્વારા આ રોડ પર પે એન્ડ પાર્કનાં ટેન્ડર બહાર પાડી દઈ કોન્ટ્રાકટર આપી દીધો હતો.
આ રોડ ઉપર બંને બાજુ દુકાનો અને લારીવાળા ઉભા રહેતાં હોવાથી ગ્રાહકો આડેધડ પાકિર્ગ કરતાં કોઈ ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. અને લોકો જ પાકિર્ગની બુમો પાડતાં હોવાનો દાવો એસ્ટેટ ખાતાએ કર્યો હતો. પરંતુ આ વિસ્તારમાં રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટરનાં માણસોએ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનુું શરૂ કરતાં જ વિવાદ વકર્યો હતો. અને લોકોની સાથે ખાસ કરીને વેપારીઓએ વિરોધ વ્યકત કર્યો હતો.
દરમ્યાનમાં આ વિખવાદમાં ભાજપનાં કોર્પોરેટરો અશ્વિન પેથાણી તથા પ્રકાશ ગુર્જર સહીત આગેવાનોએ પણ ઝંપલાવ્યું હતું અને વેપારીઓ તથા લોકોને ખોટી રીતે હાલાકી ભોગવવી પડે તેમજ પાકિર્ગથી જ સમસ્યા સર્જાશે તેવી દાવો કરીને પે એન્ડ પાર્કનાં ટેન્ડર રદ કરવાની માગણી કરી રહયાં છે. ભાજપનાં કોર્પોરેટરોનાં મેદાનમાં ઉતરવાથી વેપારીઓએઅ વધુ ઉગ્રતા દાખવી હતી અને દુકાનો બંધ કરીી દઈને વિરોધ નોધાવ્યો હતો.