ખેડૂતોને પિયત માટે 8 ની જગ્યાએ હવે 10 કલાક વીજળી અપાશે

નર્મદા અને સુજલામ સુફલામમાં સિંચાઈ માટે પાણી છોડવાની પણ જાહેરાત
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે ખેડૂતોને લઈ ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે. પિયત માટે રાજ્યના ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, ૨ ક
લાક વધુ વીજળી આપવાની સાથો સાથ નર્મદા અને સુજલામ સુફલામમાં સિંચાઈ માટે પાણી છોડવાની પણ જાહેરાત કરાઈ છે મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી ર્નિણયો કર્યા છે, જૂલાઈમાં ૮૦ ટકા વરસાદ થયો છે,અત્યારે વરસાદની ખોટ સર્જાઈ છે પાણી છતાં પાક સુકાય રહ્યો છે.
ખેડૂતોની કૃષિ મંત્રીને રજૂઆતો આવી છે જેને લઈ વીજળી અને પાણી આપવાની જાહેરાત કરાઈ છે, વીજળી ખેડૂતોને આઠ કલાક અપાય છે જેની જગ્યા હવે ૧૦ કલાક આપવામાં આવશે. જેમા કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ, જામનગર તેમજ અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ, સાબરકાંઠામાં ૧૦ કલાક વીજળી અપાશે.
જેને લઈ ૧૨ લાખ ખેડૂતોને ફાયદો થશે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, નર્મદામાંથી પાણી છોડવાનો ર્નિણય લેવાયો છે. ૧૪ પાઈપ લાઈનથી સુજલામ સુફલામ યોજના છે તેમાં પણ પાણી છોડવામાં આવશે. સાણંદ અને આસપાસના વિસ્તારો કે જ્યાં ડાંગર થાય છે ત્યાં બે-ત્રણ દિવસમા પણ પાણી અપાશે. ૮૦ ટકા ડેમો ભરાયા છે બાકીના ડેમો માંથી પણ પાણી છોડવામાં આવશે.