Western Times News

Gujarati News

૭૫ લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે

પ્રતિકાત્મક

રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૨૦૦નો ઘટાડો- ઓનમ અને રક્ષાબંધનના અવસર પર કેન્દ્ર સરકારની મોટી ભેટઃ 

૭૫ લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે, એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે

નવી દિલ્હી, ઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.

તેમણે કહ્યું, “ઓનમ અને રક્ષાબંધનના અવસર પર સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બધા લોકો માટે છે. બહેનો માટે આ એક મોટી ભેટ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદીએ લાખો બહેનો માટે ભેટ આપી છે.

૭૫ લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે. એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે. સમગ્ર વિશ્વમાં ગેસના ભાવ વધ્યા છે, પરંતુ ભારતમાં તેની અસર ઓછી છે.

ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ ૨૦૦ની સબસિડી હતી, જ્યારે આજથી ૨૦૦ લોકોને અલગ સબસિડીનો લાભ મળશે. એટલે કે હવે ઉજ્જવલા સ્કીમ હેઠળ આવનારને ૪૦૦ રૂપિયાની સબસિડી મળશે. ૩૩ કરોડ લોકો પાસે ગેસ સિલિન્ડર કનેક્શન છે. સાથે જ ૭૫ લાખ નવા કનેક્શન આપવામાં આવશે. તેના પર ૭૬૮૦ કરોડનો ખર્ચ થશે.

કેન્દ્ર સરકારે મંગળવારે ઘરેલુ ગેસ-સિલિન્ડર (૧૪.૨ કિગ્રા)ના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે હવે દિલ્હીમાં કિંમત ૧૧૦૩ રૂપિયાથી ઘટીને ૯૦૩ રૂપિયા, ભોપાલમાં ૯૦૮ રૂપિયા, જયપુરમાં ૯૦૬ રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમત ૩૦ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસથી લાગુ થશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પીએમ મોદીએ ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને બહેનોને મોટી ભેટ આપી છે. દેશના ૩૩ કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ ર્નિણયથી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરકાર પર ૭,૬૮૦ કરોડનો બોજ પડશે.

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકાર ૭૫ લાખ નવાં ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે.મોટા ભાગના લોકોને જૂન, ૨૦૨૦થી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી નથી. હવે માત્ર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર અપાતાં લોકોને જ ૨૦૦ રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ ૬,૧૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે.

ચંદ્રયાન-૩નો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે. તેમણે જાહેરાત કરી કે દર વર્ષે ૨૩ ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-૩ મિશનની સફળતા માત્ર ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની જીત નથી,

પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની પ્રગતિ અને પ્રગતિનું પ્રતીક પણ છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતામાં મહિલા વૈજ્ઞાનિકોનું ઘણું મહત્વ છે. આ માટે અમને ગર્વ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.