ઝાડ પર દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં ઘણા સમયથી દીપડાઓનો વસવાટ મોટા પ્રમાણમાં વઘી ગયો છે.ત્યા દિવસે દિવસે આ વિસ્તારોમાં દિપડા વારંવાર નજરે પડવાના કિસ્સા ઓ બહાર આવી રહ્યા છે.
ત્યારે ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે સબ સ્ટેશન નજીક ઝાડ પર દીપડો નજરે પડતા મોટી સંખ્યામાં દીપડાને જાેવા લોકો ઉમટી પડ્યા હતા.એક કલાક ઊપરાંત સમય થી દીપડો ઝાડ પર આંટાફેરા મારતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતુ અને જાેવા માટે ટોળા ઉમટ્યા હતા.
ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારમાં અવારનવાર દીપડા દેખાતા ખેતી કામ માટે જતાં ખેડૂતા અને ખેત મજૂરો સહિત સ્થાનિક લોકોમાં ભય જાેવા મળે છે. ઝઘડીયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં શેરડીનું માટા પાયે વાવેતર થતા શરડીના ખેતરોમાં મોટા પાયે દીપડાઓ વસવાટ કરતા હોય જેથી અવારનવાર ખેડૂતો તેમજ રાહદારીઓ તેમજ પાલતુ પશુ ઉપર જીવલેણ હુમલાના બનાવ બની રહ્યા છે.
દીપડા મોટી સંખ્યામાં આ વિસ્તારમાં હોવાથી આ એક ચિંતાનો વિષય બન્યો છે.નર્મદા નદી કિનારાના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં દીપડાના બચ્ચા સહિત પણ પૂરું પરીવાર રહેતું હોવાનું લોકો દ્વારા કેટલીક વાર ધ્યાને આવ્યું છે.ત્યારે વન વિભાગ પાજંરૂ ગોઠવી સહીસલામત રીતે દીપડાને ઝડપી પાડી વન્ય વિસ્તારમાં છોડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.