વૃક્ષોની ‘રક્ષા’ માટે રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી
ઈકો ફ્રેન્ડલી રાખડીની સાથે અનેક સેવા કાર્યોને પણ આ પર્વ સાથે જાેડવામાં આવી રહ્યા છે
અમદાવાદ, ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ રક્ષાબંધન એટલે કે બહેન દ્વારા ભાઈને તમામ મુશીબતોથી રક્ષા કરી બચાવવા માટે બંધાતી રાખડીનું પર્વ. જેની ઉજવણી આજે સાંજથી જ શરૂ થઈ રહી છે. રક્ષા પર્વના ઉદ્દેશ્યથી હવે બહેનો પર્યાવરણને બચાવવા માટે વૃક્ષને પણ ભાઈ માનીને રાખડી બાંધીને વૃક્ષોત્સવ ઊજવીરહી છે. વૃક્ષ એ જ જીવન છે.
વૃક્ષોને બચાવવાનું કામ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દિન પ્રતિદિન વધી રહી છે. આ વર્ષે યુવાઓ દ્વારા વૃક્ષોને બચાવવા રાખડી બાંધીને એક નવો ભાઈ બહેનનો સંબંધ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રક્ષાબંધન નિમિત્તે વડોદરા યુવા ગ્રુપની બહેતો દર વર્ષે પડાપ્રધાનને રક્ષા-રાખડી મોકલે છે. સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે, તે નિમિત્તે તેમણે વડાપ્રધાન મોદી માટે ૩૯ ફૂટની રાખડી તૈયાર કરી છે, જેમાં રાખડીનો મુખ્ય ભાગ નવ ફૂટનો છે, જ્યારે બંને સાઈડની દોરીની લંબાઈ ૧પ-૧પ એટલે ૩૦ ફૂટની છે.
રાખી સાથે તેમણે વડા પ્રધાનની દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી હતી. આમ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નીમિત્તે આ વર્ષે ઈકો ફ્રેન્ડલી રાખડીની સાથે અનેક સેવા કાર્યોને પણ આ પર્વ સાથે જાેડવામાં આવી રહ્યા છે.
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂશ્ર્ણિમાની તિથિ પર ઊજવવામાં આવે છે, પણ આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાની તિથિ બે દિવસ એટલે કે ૩૦ અને ૩૧ ઓગસ્ટે આવી રહી છે. આથી બહેનો મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે કે આ બેમાંથી ક્યા દિવસે અને ક્યા સમયે ભાઈના હાથે રાખડી બાંધવી યોગ્ય રહેશે ?
વૈદીક પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ ૩૦ ઓગસ્ટ ર૦ર૩ના રોજ સવ રે ૧૧ વાગ્યાથી શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમા તિથિ ૩૧ ઓગસ્ટના રોજ સવારે ૦૭.૦૭ વાગ્યે સમાપ્ત થશે.
પૂર્ણિમાની તિથિ બે દિવસની હોવાથી આ વખતે રક્ષાબંધનનો તહેવાર બે દિવસ હોવાથી આ વખતે રક્ષાબંધનનો તહેરવાર બે દિવસ ઊજવાશે.જાે કે રક્ષાબંધન પર પણ ભદ્રાનો ઓછાયો રહેશે, આ વર્ષે ભદ્રકાળને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતેદ તેમજ સુવિધા મતભેદ તેમજ દુવિધા ઊભી થઈ છે.,
કેમ કે ભદ્રકાળમાં રાખડી બાંધવામાં આવતી નથી. હિંદુ પંચાંગ અનુસાર ૩૦ ઓગસ્ટે ભદ્રકાળ સવારે ૧૦.પ૮ વાગ્યાથી શરૂ થશે, જે રાત્રે ૦૯.૦૩ સુધી રહેશે. જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તિથિ ૩૧ ઓગસ્ટના રોજ સવારે ૭-૭ કલાકે પૂર્ણ થઈ જશે. ભદ્રકાળ શરૂ થાય તે પહેલાં ૧૦.પ૮ વાગ્યા પહેલા રાખડી બાંધી શકાય છે અથવા ૩૧ ઓગસ્ટે સવારે ૦૭.૦૭ પહેલા રાખડી બાંધી શકાય છે. ૩૧ ઓગસ્ટે સવારે ૭.૦૭ પછી શ્રાવણ પૂર્ણિમા તિથિ પૂરી થઈ જશે.
રક્ષાબંધનના તહેવાર પર રેલ્વે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ આ વર્ષે આજથી બે દિવસ માટે પ૦૦થી વધારે વધારાની બસનું સંચાલન કરશે. જેથી મુસાફરોને કોઈ અગવડ ન પડે. પ૦૦ બસની ર૦૦૦૦ જેટલી વધારાની ટ્રિપનું સંચાલન કરવામાં આવશે.