અક્ષય કુમારની ભત્રીજી છે હિરોઇન જેવી ખૂબસૂરત
મુંબઈ, અક્ષય કુમારની પત્ની ટિ્વંકલ ખન્નાની નાની બહેન રિંકી ખન્નાએ પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ આ બંને બહેનો સ્ટારડમના મામલો પોતાના માતા-પિતાની આસપાસ પણ ન પહોંચી શકી. ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ એક્ટ્રેસ રિંકી ખન્નાએ વર્ષ ૨૦૦૩માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધાં હતાં.
લગ્ન બાદ તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું. આ કપલની એક દીકરી- નાઓમિકા સરન છે. નાઓમિકા સરન પોતાની મા રિંકી ખન્નાની જેમ જ લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ ખૂબસૂરતીના મામલે આ સ્ટારકિડ મોટી-મોટી એક્ટ્રેસીસને પણ ટક્કર આપી શકે છે. ૧૯ વર્ષીય નાઓમિકા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
આ સ્ટારકિડના ફોટોઝ જાેઇને સોશિયલ મીડિયા યુઝર્સને ઘણીવાર ડિંપલ કાપડિયાની યાદ આવી જાય છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર ડિંપલ અને નાઓમિકાના ફોટોઝ ચર્ચાનો વિષય બને છે. ખરેખર, નાઓમિકાની આંખ અને સ્માઇલ બિલકૂલ નાની ડિંપલ જેવી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં નાઓમિકા સરનની ગ્રેજ્યુએશન સેરેમની હતી. આ ફંક્શનમાં તેની નાની ડિંપલ કાપડિયા પણ હાજર રહી હતી. સ્ટારકિડની સોશિયલ મીડિયા પોસ્ટ જાેતા લાગે છે કે તે પોતાની નાનીની ખૂબ જ નજીક છે. તેના આ ફોટોઝ પર માસી ટિ્વંકલ ખન્નાએ પણ ખૂબ પ્રેમ લૂંટાવ્યો હતો. જણાવી દઇએ કે, નાઓમીકા ટિ્વંકલના દીકરા આરવની પણ ખૂબ જ નજીક છે. આ બંને કઝિન ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે.SS1MS