યૂટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ વચ્ચે થયો ઝઘડો!
મુંબઈ, અરમાન મલિકે યુટ્યુબની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. આ સાથે અરમાન અંગત જીવનને લઈને પણ વધુ ચર્ચામાં રહે છે. પાયલ મલિક અને કૃતિકા મલિક પણ તેમના વ્લોગ દ્વારા ચાહકો સાથે તેમની દરેક અપડેટ શેર કરે છે. નવા વ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે પાયલ અને કૃતિકા વચ્ચે ઝઘડો થાય છે અને ગોલુ ઝૈદને લઈને ઘરે જતી રહે છે.
લેટેસ્ટ વ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે પાયલે કહ્યું છે કે મેક-અપને કારણે તેની આંખો ઘણી કાળી થઈ ગઈ છે, જેને દૂર પણ કરવામાં આવી રહી નથી. સાથે જ કૃતિકાએ કહ્યું કે આજે અયાન અને તુબા ચાર મહિનાના થઈ ગયા છે. આગળ વ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે પાયલ બાળકોને દવાઓ આપે છે.
તુબાની મિત્ર ઝારા ઘરે આવે છે. બીજી તરફ, પાયલે કહ્યું કે તેને ચાહકો તરફથી જે ગિફ્ટ્સ મળી છે તે સાઈઝમાં ઘણી મોટી છે તેની ફીટિંગ કરવી પડશે. પાયલ અને કૃતિકાએ માર્કેટમાં ઘણી ખરીદી કરી.
આની બાજુમાં કૃતિકા કેરી ખરીદવા લાગે છે અને પાયલ તેને રોકે છે. આ વાત પર કૃતિકાને ગુસ્સો આવે છે. કારમાં બેસતી વખતે કૃતિકા અને પાયલ વચ્ચે ખૂબ ઝઘડો થાય છે. આગળ કૃતિકા પ્લાન કરે છે કે તેઓ પાયલ સાથે પ્રેંક કરશે કે તે ઘર છોડીને જઈ રહી છે. વ્લોગમાં કૃતિકા જવાની જીદ કરે છે પરંતુ પાયલ તેને ખૂબ જ રોકે છે. કૃતિકા કહે છે કે તે હવે પાયલ સાથે રહેવા માંગતી નથી. પાયલ ઝૈદને લઈ બોલે છે ઠીક છે જતી રહે તારા મમ્મીના ઘરે.
પરંતુ જૈદ મારી પાસે જ રહેશે. કૃતિકા મલિક આગળ કહે છે કે જ્યાં સુધી અરમાન દુબઈથી મને લેવા નહીં આવે ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું. પાયલ મલિક આ બધી બાબતોથી ખૂબ પરેશાન થઈ જાય છે, તે ઝૈદને પોતાના ખોળામાં લઈ લે છે.
બીજી બાજુ, પાયલ, ઝૈદને જાેઈને કહે છે કે તેણે ડાયપર પહેર્યું નથી અને આ કહીને પાયલ અને કૃતિકા જાેર જાેરથી હસવા લાગે છે. આ પછી કૃતિકા કહે છે કે તે માત્ર પાયલ માટે મજાક કરતી હતી. પાયલ કહે છે કે કૃતિકાનું પ્રેંક ફેલ થઈ ગયું છે.SS1MS