અરવલ્લી જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ભાઈ-બહેનના પાવન સ્નેહના પર્વની ઉજવણી

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં પણ હિન્દુઓનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વ આજે ઠેર ઠેર ,ઘરે -ઘર ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું.. ભાઈ અને બહેનના પવિત્ર હેતનું પર્વ હોઈ હિન્દુ પરંપરા અનુસાર બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના બદલામાં ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.
હિંદુ શાસ્ત્રો અનુસાર રક્ષા માટે બાંધવામાં આવતી રાખડી એ રક્ષાસૂત્ર છે .
મોડાસા તાલુકામાં અને મોટી ઇસરોલ ગામે પણ રક્ષાબંધન પર્વે બહેન જહાનવી અને સાનવીએ પોતાના ભાઈ પ્રેયના હાથે રક્ષાસૂત્ર રાખડી બાંધીને ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને મો મીઠું કરાવ્યું હતું. બહેનોએ ભાઈને રાખડી બાંધીને ભાઈના આરોગ્ય અને સુખમય જીવનની વાછના કરી હતી.