Western Times News

Gujarati News

LPGના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?

નવી દિલ્હી, મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે.

સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગેસના ભાવ ઘટાડવાના ર્નિણયથી ફુગાવાના દરમાં ૩૦ બેસિસ પોઈન્ટ્‌સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો ૬ ટકાથી નીચે જવાનો છે.

જુલાઈમાં ફુગાવો ૧૫ મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે. ભારત સરકાર ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, સરકારે ચોખા, ઘઉં, ડુંગળી અને અન્ય અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કરીને વધતી કિંમતોથી રાહત મળી શકે.

આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ પછી ૨૦૨૪ની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી સમયમાં તિજાેરીમાંથી વધુ નાણાં ખર્ચવામાં આવી શકે છે.

આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, ગેસોલિન અને ડીઝલના પંપ ભાવ એક વર્ષથી વધુ સમયથી યથાવત છે. તેમણે કહ્યું કે ઈંધણની કિંમતમાં કોઈપણ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા દ્વારા કરી શકાય છે. અમેરિકામાં ક્રૂડ ઓઈલના વપરાશનો આંકડો આવી ગયો છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ત્યાં ક્રૂડની ઇન્વેન્ટરીમાંથી ૧૧.૪૮૬ મિલિયન બેરલ ક્રૂડ લેવામાં આવ્યું છે.

ગયા અઠવાડિયે માત્ર ૨.૪૧૮ મિલિયન બેરલ ક્રૂડ ખેંચાયા હતા. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ક્રૂડ ઈન્વેન્ટરીમાંથી ૪૪ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો ચોખ્ખો ઉપાડ થયો છે.

આ કારણે ગઈ કાલે સાંજે ૪ઃ૧૬ વાગ્યે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧.૨૮ ટકા વધીને ૮૫.૫૦ બેરલ થઈ હતી. ગયા સપ્તાહની સરખામણીમાં આ બેરલ દીઠ ઇં૧.૫૦ નો વધારો છે. મંગળવારે બજાર બંધ થવા પર, બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ઇં૮૫.૪૯ પર બંધ થયું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ અથવા ઉ્‌ૈં ક્રૂડ પણ પ્રતિ બેરલ ઇં૮૧.૧૬ પર ટ્રેડ થઈ રહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.