Western Times News

Gujarati News

કોંગ્રેસે આપેલા વિધાનસભાના ઘેરાવાના કાર્યક્રમના પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

(પ્રતિનિધિ) અમદાવાદ: બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરી કોંગ્રેસે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો જાહેર કરી વિધાનસભાને ઘેરાવો કરવાનો કાર્યક્રમ જાહેર કરતા જ ગઈકાલ રાતથી જ સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે અને ગાંધીનગરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી ગાંધીનગર સંકુલ ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારથી જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાના વિડીયો કોંગ્રેસે તાજેતરમાં જાહેર કર્યાં હતાં જેના પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો. સરકારે ગેરરીતિના છુટાછવાયા કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતુંં. બીજીબાજુ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયુ છે. વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં વિષ્ટા ગાર્ડન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું

પરંતુ થોડા સમયમાં જ મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી રહયા છે. હાલમાં માત્ર પ થી ૭ વિદ્યાર્થીઓ જ ઉપવાસ પર બેઠેલા છે. વિદ્યાર્થીઓના આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉપરાંત રાજયમાં વધતી બેકારી, બળાત્કારની ઘટનાઓ તથા શિક્ષણનું વેપારીકરણ સહિતના મુદ્દે કોંગ્રસ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતાં.


વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ થઈ રહયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાને ઘેરાવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે જેના પગલે ગઈકાલ રાતથી જ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી હતી અને સમગ્ર શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે ઘ-પ સર્કલથી રેલી આકારે વિધાનસભા પહોંચી ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપ્યો છે જેના પગલે સવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવાસ સ્થાને કોંગ્રેસના ધારાસભ્યોની તથા અગ્રણીઓની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતાં.

ગાંધીનગરમાં સવારથી જ ફુલ ગુલાબી ઠંડી વચ્ચે ભારે ગરમાવો આવી ગયો છે ઠેરઠેર પોલીસ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગૃહ વિભાગ સક્રિય છે અને સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં બેકારી વધી રહી છે.

પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રે પણ રાજય સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેથી આજે પ્રથમ દિવસે જ વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા અપાયેલા આંદોલનાત્મક કાર્યક્રમના પગલે ગૃહ વિભાગે ગાંધીનગરમાં ૬ એસપી, રપ ડીવાયએસપી, ૪૦ પીઆઈ, તથા ૧પ૦૦થી વધુ જવાનોને તૈનાત કરી દીધા છે ખાસ કરીને વિધાનસભા સંકુલ તરફ જતા માર્ગો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગમચેતીના પગલારૂપે ગઈકાલ રાતથી જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે.

જેના પરિણામે કોંગ્રેસના આગેવાનોમાં રોષ જાવા મળતો હતો પોલીસતંત્રની આ કામગીરી સામે વિરોધ થવા લાગ્યો હતો. કોંગ્રેસ દ્વારા અપાયેલા આંદોલનાત્મક કાર્યક્રમના પગલે પોલીસે વિધાનસભા સંકુલની આસપાસ તથા ઘ-પ સર્કલ પાસેના બજારો તથા દુકાનો સવારથી જ બંધ કરાવી દીધી હતી જેના પરિણામે વહેપારીઓમાં પણ રોષ જાવા મળતો હતો. ગાંધીનગર વિધાનસભા સંકુલને ઘેરવાના કાર્યક્રમના પગલે પોલીસતંત્ર એલર્ટ થઈ ગયુ છે અને રેલી આકારે આવનાર તમામની અટકાયત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગાંધીનગરમાં સર્જાયેલી Âસ્થતિ પર ચાંપતી નજર રાખી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.