5મી સુધીમાં વિવાદીત પ્રતિમા દૂર નહીં થાય તો સાળંગપુરમાં વિરોધ થશે
ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યાે
(એજન્સી)અમદાવાદ, સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે હનુમાનજીને બતાવવાના વિરોધમાં રામાનંદ નવનિર્માણ સેના પણ મેદાનમાં આવી છે. રામાનંદ નવનિર્માણ સેનાએ ભીંતચિત્રો મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ મંદિર તંત્રને ૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
જાે ત્યાં સુધીમાં આ ભીંતચિત્રો દૂર કરવામાં નહીં આવે તો રામાનંદ નવનિર્માણ સેના તરફથી સાળંગપુરમાં એકત્ર થઈને વિરોધ નોંધાવવામાં આવશે. આ સાથે જ સેનાએ શહેર અને ગામડાઓમાં જઈને સનાતન ધર્મની જાગૃતતા ફેલાવવાનું અભિયાન પણ શરૂ કરશે.
કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે લગાવેલા ભીંતચિત્રોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. આ મુદ્દે બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે. સાળંગપુર મંદિરને ૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. વિવાદિત છબીઓ દૂર કરવાની માગ કરવામાં આવી છે.
જાે આમ નહી થાય તો સાળંગપુરમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે હનુમાનજીને બતાવવાના વિરોધમાં રામાનંદ નવનિર્માણ સેના પણ મેદાનમાં આવી છે. રામાનંદ નવનિર્માણ સેનાએ ભીંતચિત્રો મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
સાથે જ મંદિર તંત્રને ૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જાે ત્યાં સુધીમાં આ ભીંતચિત્રો દૂર કરવામાં નહીં આવે તો રામાનંદ નવનિર્માણ સેના તરફથી સાળંગપુરમાં એકત્ર થઈને વિરોધ નોંધાવવામાં આવશે. આ સાથે જ સેનાએ શહેર અને ગામડાઓમાં જઈને સનાતન ધર્મની જાગૃતતા ફેલાવવાનું અભિયાન પણ શરૂ કરશે. જેમાં સેના ઘરે-ઘરે જઈને સ્વામિનારાયણ સંપ્રદાય મોટો કે પછી સનાતન ધર્મ મોટો તે અંગે લોકોને માહિતી આપશે.