કન્સ્ટ્રકશન સાઈટ પરથી બે કિંમતી મશીનોની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ ઘટવા લાગી છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા એક શખ્સે સાઈટ પરથી જ બ્લોઅર મશીન તથા સોલો મશીનની ચોરી કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ હતી. મોટા મશીનો ચોરી કરવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. આ અંગે સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મ્યુનિ. કોર્પો.ની ઝોનલ ઓફિસની બાજુમાં દેવાલય બંગ્લોઝમાં રહેતા વિરપાલભાઈસિંહ ચૌધરીની (Virpalsinh Chaudhry res. of Devalaya bunglows, Chandkheda) ત્રાગળ રોડ પર એપોલો સ્કુલની સામે સેતુ અલ્ટ્રાઝ (Site near apollo school opposite setu ultras, tragad road ahmedabad) નામની સાઈટ ચાલી રહી છે અને આ સાઈટ પર અનેક શ્રમિકો કામ કરી રહયા છે અને વિરપાલભાઈ સિંહ શ્રમિકો પર સુપરવિઝન કરતા હતા
કેટલાંક લોકો સમગ્ર કામગીરી પર નજર રાખતા હતા અને સાઈટ પર કેટલાંક તોતીંગ મશીનો પણ રાખવામાં આવ્યા હતાં આ દરમિયાનમાં બે દિવસ પહેલા વિરલપાલસિહ પોતાની સાઈટ પર ગયા ત્યારે સાઈટ પરથી મહત્વપૂર્ણ મશીનો જાવા મળ્યા ન હતા તપાસ કરતા રૂ.૧.૮૦ લાખની કિંમતનું સેતુ અલ્ટ્રાઝ સીમેન્ટ બ્લોઅર મશીન તથા રૂ.૩.૯૦ લાખની કિંમતનું સિમેન્ટ સોલો મશીન ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
તપાસ કરતા પોતાની સાઈટ પર જ કામ કરતો સુનીલકુમાર ચૌધરી નામનો યુવાન આ બંને મશીનો ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. વિરપાલસિંહે તાત્કાલિક આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં
આટલા મોટા મશીનની ચોરી કઈ રીતે થઈ તે જાણવા માટે સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આસપાસના સીસીટીવી કુટેજ પણ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સાબરમતી પોલીસે સુનીલ ચૌધરી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.