12 મહિનામાં ભારતના 15000 ટેકનોલાજીના જાણકાર લોકો કેનેડા પહોંચ્યા
કેનેડામાં વિસ્તરી રહેલા ટેક ઉધોગમાં ભારતીયોનું મોટું પ્રદાન
માઈગ્રેશન કરીને કેનેડા સ્થાયી થવા પહોચેલા ટેક વર્કસમાં ભારત પછીના સ્થતાને નાઈજીરીયાનુું સ્થાન આવે છે.
(એજન્સી) નવી દિલ્હી, વીતેલા ૧ર મહીનામાં અર્થાત એપ્રિલ ર૦રરથી માર્ચ ર૦ર૩ દરમ્યાન ભારતના ૧પ,૦૦૦ ટેક વકર્સે કેનેડામાં સ્થાયી છે. આ બાબત સુચવે છે કે કેનેડા ટેક ઉધોગના કુુશળ વ્યવસાયીઓ માટે વૈશ્વીસક ચુુંબકની જેમ ઉભરી ચુકયું છે.
ખાલસા વોકસે આ જાણકારી આપી છે. આંકડા સુચવ છેકે દેશમાં એક તરફ ટેક ઉધોગમાં નોકરીઓની અછત છે તો કેનેડામાં, ટેક વર્કસે માટે નોકરીઓની ભરમાર છે.
ધ ટેકનોલોજી કાઉન્સીલ ઓફ નોર્થ અમેરીકા ટીઈસીએનેએ અને કેનેડાના ટેક નેટવર્કના તાજેતરમા સંયુકત અહેવાલમાં કહેવામાં આવ્યું છે. કે માઈગ્રેશનના આંકડામાં આવેલો છે. ઉછાળો સુચવે છે. કે કેનેડામાં વિસ્તાર પામી રહેલા ટેક કાર્યકયાળમાં ભારતનું મોટું યોગદાન છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ૩ર,૦૦૦થી વધુ ટેક વકર્સે પેકી ૧પ,૦૯૭ એ કેનેડા પર પોતાના નવા ઘર તરીકે પસંદગી ઉતારી છે. આ દેશ ટેક ઉધોગના સ્વરૂપે નવું આકર્ષણ બની રહયો છે. માઈગ્રેશન કરીને કેનેડા સ્થાયી થવા પહોચેલા ટેક વર્કસમાં ભારત પછીના સ્થતાને નાઈજીરીયાનુું સ્થાન આવે છે.
વીતેલા ૧ર મહીનામાં નાઈજીરીયાથી ૧૮૦૮ ટેક વર્કસે કેનેડા સ્થાયી થયા છે. આટલું જ નહી અમેરીકી ટેક વર્કસ પણ કેનેડા પહોચી રહયા છે. ખાલસા વોકસ એક ઓનલાઈન ડાઈજેસ્ટ છે. તે પંજાબના રાજકારણ ઈતિહાસ સંસ્કૃતિ વારસા સહીતીના વિષયે નવીન જાણકારી આપવા જાણીતું છે.