Western Times News

Gujarati News

મહિલાએ પોલીસ કમિશ્નર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતાં દોડધામ

પ્રતિકાત્મક

સુરત, ૧પમી ઓગષ્ટમાં હત્યા કેસમાં સમાધાનની વાતચીત વખતે બોલાચાલી બાદ આરોપીઓના સંબંધીઓએ મહીલાઓ ઉપર હુમલો કર્યો હતો. આ હુુમલામાં ઈજાગ્રસ્ત યુવતીએ શુક્રવારે સુરત શહેર પોલીસ કમીશ્નરની કચેરીમાં જવલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઈ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યું હતું કે, મંગળવારે પાંડેસરા રવીનગરમાં બન્યું હેવું હતું કે થોડા સમય પહેલાં હત્યાનો ગુનો નોધાયો હતો. આ બાબતે ભોગ બનનાર પરીવાર પાસે આરોપીના પરીવારજનો વારંવાર સમાધાન કરવા માટે આવતા હતા. મંગળવારે ફરી એક વખત સમાધાન કરવા ગયા હતા.

બંને પરીવારોની એકબીજા સાથે બોલાચાલી થઈ હતી. ઝઘડાએઅ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું હતું. જાહેરમાં માર મારવાનું શરૂ કરી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. નંદન લાલજી મિશ્રા નામનો શખ્સ અને તેનો ડ્રાઈવર લોખંડની પાઈપ વડે હત્યામાં જીવ ગુમાવનાર શ્રવણની બહેન અનીતા તથા માતા કમલાદેવીને અને તેના પિતા બાબુલાલને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી.

બાબુલાલને ડાબા ખભાના ભાગે ફેકચર થયું હતું. હુમલા બાદ નંદન મિશ્રા અને તેનો ડ્રાઈવર ત્યાંથી નાસી છૂટયા હતા. જાેકે, નંદન મિશ્રાને ર૪ કલાકમાં પકડી લેવાયો હતો.

આ કિસ્સામાં હુમલાનો ભોગ બનેલી અનીતા સોલંકી નામની યુવતીએ આજે પોલીસ કમીશ્નર કચેરીએ જવલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેને સારવાર માટે સુરત નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.