મોંઘી ગાડીઓ લઈને આવતાં અને રેલવેેના વાયરોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
પંજાબી ગેંગના ૬ સાગરીતોને ૬.૬૮ લાખના કેબલો સાથે ઝડપાયા-ભરૂચ એલસીબીએ ૪૫ લાખથી વધુના કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એલસીબીએ નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેક માંથી ૪૫ લાખથી વધુના કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પંજાબી ગેંગના ૬ સાગરીતોને રૂપિયા ૬.૬૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ જીલ્લામાં પ્રગતિમાં છે.દરમ્યાન જૂન-જુલાઈ માસમાં ભરૂચ તાલુકાનાં થામ અને મનુબર ગામની વચ્ચેથી ઇલેક્ટ્રીક એન્જીન માટે લગાવવામાં આવેલ કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની અજાણ્યા ચોર ઇસમો
દ્વારા કુલ ૪૫ લાખથી વધુની મત્તાની ચોરી થયેલાનું ધ્યાને આવતા રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ભરુચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. વાયરો ચોરીની ઘટનાને ગંભીરતા દાખવી જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એલ.સી.બી અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા સુચના આપેલ
જેના આધારે એલસીબી પી.આઈ ઉત્સવ બારોટએ એક ટીમ બનાવી ટેકનિકલ શ્ હ્યુમન સોર્સીસથી ગુનો શોધી તપાસ હાથધરી હતી.આ દરમ્યાન બાતમી મળી હતી કે ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરનાર પંજાબી ગેંગને સાગરીતો ભરૂચથી દહેજ જતાં રોડ પરથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે ઉભા છે.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળોએથી ત્રણેય શકમંદ ઈસમોને એક લોખંડના કટર સાથે ઝડપી પાડી પાડી તેઓની પૂછપરછ કરતાં આરોપીઓ ભાંગી પડ્યા હતા.
પોલીસે મૂળ પંજાબ હાલ વડદલા ગામની મેટ્રોઝા સોસાયટીમાં રહેતો અમલોકસીંઘ બલવિંદરસિંઘ મજબીસિંગ, રાજદીપસીંઘ ઉર્ફે જગ્ગા બાબુસિંઘ જાટ અને મિન્હાજ મોહમંદભાઈ સિંધા,નારાયણસિંગ ઉર્ફે ઠાકુર ફુપસિંગ પરમાર તેમજ સુરેશકુમાર અખાજી પુરોહીત મનસુખભાઈ પોપટભાઈ પટેલને ઝડપી પાડ્યા છે.જ્યારે સતનામસિંધ ઉર્ફે સત્તાર, ગુરદીપસિંઘ ઉર્ફે દિપ તેમજ અર્જુન પુરોહીતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
મુળ પંજાબના ચારેય ઈસમો ભરૂચમાં ધંધા અર્થે બે-ત્રણ મહીનાથી આવેલા હતા અને ચારેય ઈસમો નેશનલ હાઈવે ઉપર ગુરૂદ્વારા ખાતે મળ્યા હતા. નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક ઉપરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું.
જેથી રેકી કરી બાદમાં વાયરો વજનના હોવાથી વાહનની વ્યવસ્થા માટે સ્થાનિક વ્યક્તિની જરૂર હોય મોના પાર્કમાં રહેતો મિન્હાજ પંજાબી ગેંગમાં સામેલ કરી પાંચેય ઈસમોએ પ્રથમ રાત્રીએ સ્વિફ્ટ ગાડીમાં અને સળંગ બીજી જ રાત્રીએ અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરી બ્રીઝા ગાડીમાં ચોરી વાયરોની ચોરી કરી હતી.
ત્રીજી વાર પણ ઈનોવા ગાડી લઈ ચોરી કરવા ગયેલ પણ રેલ્વેના બંને તરફથી એન્જીનો પરીક્ષણ અર્થે આવતા જણાતા કાપેલ કેબલ આજુબાજુમાં ભરેલ પાણીમાં ફેંકી રવાના થઈ ગયેલ અને ચોરીના કેબલો સુરેશ મારવાડી મારફતે અંકલેશ્વરમાં વેચાણ કર્યા હોવાનું કબૂલાત કરી હતી.
પોલીસે ચોરીના કેબલ વાયરો ખરીદી કરનારને મળી ૬ સાગરીતોને ૧૨૦ કીલો વાયરો સાથે પીકઅપ મળી કુલ ૬.૬૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.