Western Times News

Gujarati News

છોકરીનો પ્રેમી બનવા માટે ૨૪ કલાકમાં ૩૦૦૦ યુવાનોએ અરજી કરી

નવી દિલ્હી, નોકરી માટે અરજી કરવા અને માગવા માટે તો આપે સાંભળ્યું હશે, મોટા ભાગે એવા સમાચાર પણ વાંચ્યા હશે કે એક પદ માટે કેવી રીતે હજારો લોકોની અરજી આવે છે, કેમ કે પૈસા કમાવાનું તે સાધન છે. જાે કે, આજે અમે આપને એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે નોકરી માટે નહીં પણ પોતાના બોયફ્રેન્ડ બનવા માટે લોકો પાસેથી અરજીઓ મગાવી રહી છે.

આપ લોકો માટે પાર્ટનર શોધવાની તમામ રીત અપનાવતા જાેયા હશે. કોઈ ડેટિંગ એપ્સની મદદ લેતા હોય છે, તો અમુક લોકો સોશિયલ મીડિયા પરથી પોતાના પાર્ટનરની શોધ કરતા હોય છે. જાે કે, એક છોકરીએ આ તમામ રીત છોડીને એક અનોખો રસ્તો અપનાવ્યો છે.

તેણે છોકરાઓને કહ્યું કે, તે પ્રેમી બનવા માટે એપ્લિકેશન આપે અને ૨૪ કલાકની અંદર જ હજારો કેન્ડિડેટ્‌સની લાઈનો લાગી. મોડલ અને ટિકટોકર વીરા ડિઝ્‌કમાંસએ જણાવ્યું છે કે, તે એકલા રહી રહીને થાકી ગઈ છે અને તેને પોતાના માટે એક બોયફ્રેન્ડની શોધ છે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર તેણે ટિકટોક પર લોકોને કહ્યું કે, તે બોયફ્રેન્ડ એપ્લિકેશન માગી રહી છે.

જેને ખુદને યોગ્ય સમજનારા લોકો આપી શકે છે. છોકરીએ પોતાના પોણા ચાર લાખ ફોલોઅર્સની સામે આ પ્રસ્તાવ રાખ્યો છે. તેના માટે રીતસરનું એક ફોર્મ છે, જેમાં પર્સનલ ડિટેલ્સ ભરવાની હોય છે અને અમુક સવાલોના જવાબ આપવાના હોય છે. વીરાની આ ક્લિપને હજારો લોકોએ જાેઈ છે અને આપ વિચારી પણ નહીં શકો કે કેટલો બંપર રેસ્પોન્સ મળી રહ્યો છે.

૨૪ કલાકની અંદર અંદર તેને ૩૦૦૦ અરજીઓ મળી ચુકી છે. લંડનની રહેવાસી હસીનાનું કહેવું છે કે, લોકોને આ અજીબ લાગી શકે છે કે, હાલમાં આ સમયમાં ડેટિંગ સરળ નથી. ત્યારે આવા સમયે સારા કેન્ડિડેટ્‌સને શોર્ટલિસ્ટ કરીને તેમાંથી એક પસંદ કરે. તેના બોયફ્રેન્ડની જે ખાસિયત જણાવી છે, તેમાં કમાણી, આર્ત્મનિભરતા ઉપરાંત કાર્ટૂનનો શોખિન હોવો જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.