Western Times News

Gujarati News

હપ્પુના છોકરાઓ માસ્ટરજીનું અપહરણ કરવાની યોજના બનાવે છે.!

એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં આ સપ્તાહમાં દર્શકોને મનોરંજક વળાંકો જોવા મળશે.

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા કહે છે, “રણધીર (દર્શન દવે)ને ટેકો આપવાની ભૂલ સમજાતાં ગાયત્રીનું મન બદલાય છે. તે હવે યશોદા (નેહા જોશી)ને નિર્દોષ સિદ્ધ કરવા માટે સહાય કરે છે. ગાયત્રી યશોદાને જાણ કરે છે કે સુપ્રિયા નામે યુવતી રણધીરના સંપર્કમાં છે. હવે યશોદા, કૃષ્ણ (આયુધ ભાનુશાલી) અને સમશેરા (સ્વતંત્ર ભારત) સુપ્રિયાને શોધવા માટે નીકળી પડે છે. જોકે તેમના અજાણતાં જ રણધીર તેમની યોજના પારખી લે છે અને સુપ્રિયાને અગાઉથી જાણકારી આપે છે. જોકે બીજા દિવસે ગુપ્તાના ઘરે યશોદા સાથે સુપ્રિયાને ઊભેલી જોઈને રણધીરને આંચકો લાગે છે.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે કટોરી અમ્મા કહે છે, “હૃતિક (આર્યન પ્રજાપતિ), ચમચી (ઝારા વારસી) અને રણબીર (સોમ્યા આઝાદ) તેમના માસ્ટરજી (વિજયકુમાર સિંહ) સામે ગુનો કરે છે. માસ્ટરજી ચેતવણી આપે છે કે આગામી શિક્ષક દિવસની ઉજવણી પર તેમની તે જાહેરમાં નાલેશી કરશે. દરમિયાન હપ્પુ (યોગેશ ત્રિપાઠી) છાપ પાડવા માટે પોતાના બાળકના શાળાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કમિશનર (કિશોર ભાનુશાલી)ને હાજર કરવાની વ્યવસ્થા કરે છે.

આ જાણીને બાળકો તાણમાં આવી જાય છે અને તેઓ કેટ (ગઝલ સૂદ) અને કમલેશ (સંજય ચૌધરી)ની મદદ માગે છે. આ પછી તેઓ તેમના માસ્ટરજીનું અપહરણ કરવાની યોજના બનાવે છે. કાર્યક્રમ દરમિયાન હપ્પુ અપહરણ થતું જુએ છે અને માસ્ટરજી હપ્પુ અને તેના બાળકોની સચ્ચાઈ ખુલ્લી પાડવાની ધમકી આપે છે, જેથી હપ્પુ પણ ગુનામાં સાથીદાર બની જાય છે. દરમિયાન માસ્ટરજી છટકવાનો પ્રયાસમાં બારીમાંથી નીચે પટકાય છે, જેને લીધે તેની યાદદાસ્ત હંગામી ધોરણે ચાલી જાય છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “ડેવિડ ચાચા (અનુપ ઉપાધ્યાય) વિભૂતિ (આસીફ શેખ)નું નામ ઉપયોગ કરીને ફોટી ઓળખ બનાવે છે અને પાડોશી દેશની રેશ્મા (અનોખી આનંદ) નામે છોકરી સાથે વાર્તાલાપ કરે છે. સમયાંતરે રેશ્મા તેના પ્રેમમાં પડી જાય છે અને મોડર્ન કોલોનીમાં આવવાનું નક્કી કરે છે. જોકે તેના આગમન પર વિભૂતિ તેને ઓળખતો નથી, જેને લીધે તે આંચકો લાગીને પડી જાય છે.

તેની સ્થિતિ જોઈને તિવારી (રોહિતાશ ગૌર) અને અંગૂરી (શુભાંગી અત્રે) મદદ કરે છે અને રેશ્માને તેમના ઘરે લાવે છે. રેશ્મા વિભૂતિને આકર્ષિત કરવા માટે વિવિધ તરકીબો અજમાવે છે, પરંતુ વિભૂતિ ટસનો મસ થતો નથી. દરમિયાન ટીકા (વૈભવ માથુર) અને ટિલ્લુ (સલીમ ઝૈદી) દ્વારા ઓનલાઈન ન્યૂઝ ચેનલ શરૂ કરેલી હોય છે તેઓ આ સ્થિતિને મારીમચડીને ચેનલ પર મૂકે છે, જે વાઈરલ થઈ જાય છે. આ પછી દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) મધ્યસ્થી કરે છે અને વિભૂતિની ધરપકડ કરે છે. વિભૂતિ જાસૂસ છે એવો આરોપ મૂકીને કાર્યવાહી કરતાં તેની છબિ ખરાબ થાય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.